Tim Paine: ટિમ પેનની ખૂબસુરત પત્નિ બોની એ દિલ મોટુ રાખ્યુ, ગંદી હરકત કર્યા બાદ પણ કરી દીધો માફ
ટિમ પેને (Tim Paine) શુક્રવારે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. પેને કહ્યું કે તે પહેલા જ તેની પત્ની બોની (Bonnie Paine) ની માફી માંગી ચુક્યો છે.

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન ટિમ પેને (Tim Paine) વર્ષ 2017માં આવું કૃત્ય કર્યું હતું, જેનું તેણે 4 વર્ષ પછી મામલો ચુકવવો પડ્યો હતો. ચાર વર્ષ પહેલા પેને તસ્માનિયા ક્રિકેટમાં કામ કરતી યુવતીને તેની અશ્લીલ તસવીરો અને ગંદા મેસેજ મોકલ્યા હતા. જે બાદ તેની સામે પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, હવે તે મેસેજ અને તસવીર સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે, જેના પછી પેને કેપ્ટન્સી છોડી દીધી છે.

તપાસમાં ટીમ પેઈનને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ક્લીનચીટ આપી હતી. તેનો કેસ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનું ઉલ્લંઘન હોવાનું જણાયું ન હતું, પરંતુ પેનની પત્ની બોની (Bonnie Paine) માટે તે આંચકાથી ઓછું ન હતું.

ટિમ પેને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે તેની પત્ની બોનીએ તેને આ કૃત્ય માટે માફ કરી દીધો છે, જેના માટે તે ખૂબ જ આભારી છે.

તમને જણાવી દઈએ કે ટિમ પેઈનની પત્ની બોની એક પ્રોફેશનલ નર્સ છે. આ સિવાય તે પિલાટેની ટ્રેનિંગ પણ આપે છે. બોની પેન ખૂબ જ ખૂબસુરત અને ફિટ છે અને તેને બે બાળકો પણ છે.

બોની પેન તેના બીજા બાળકના જન્મ પછી ડિપ્રેશનમાં હતી. વાસ્તવમાં, બોની પેન તેના પિતાને ગુમાવી ચૂકી હતી, જેના પછી તે એકદમ નેગેટિવ રહેવા લાગી હતી. આ દરમિયાન ટિમ પેન પણ UAEના પ્રવાસે હતો. આ પછી બોની પેને Pilates ની મદદ લીધી અને આજે તે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ રીતે ફિટ છે.

જો કે આટલુ બધું થયુ હોવા છતાં ટિમ પેનને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન (ACA) તરફથી સમર્થન મળી રહ્યું છે. ACA એ શુક્રવારે કહ્યું કે તે "દુઃખદ" છે કે આ વિકેટકીપરે ટીમના ટેસ્ટ કેપ્ટન તરીકેથી "રાજીનામું આપવાની જરૂરીયાત અનુભવી".