આ 5 ખેલાડીઓ જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ પણ અન્ય દેશમાંથી રમ્યા, આ યાદીમાં ભારતનો ધાકડ બેટ્સમેન સામેલ

ઈંગ્લેન્ડને ક્રિકેટનો જનક માનવામાં આવે છે, જ્યારે ભારતમાં ઈંગ્લેન્ડનું રાજ હતું, ત્યારથી ભારતમાં ક્રિકેટ લોકપ્રિય થઈ હતી. કોઈપણ ક્રિકેટ ટીમમાં માત્ર 11 ખેલાડી જ રમી શકે છે, તેથી ઘણા વખત આશાસ્પદ ખેલાડીઓને તક મળતી નથી, આવી સ્થિતિમાં ખેલાડીઓ અન્ય દેશોમાં જઈને રમવાનું શરૂ કરે છે. એવા ક્રિકેટરો છે જેઓ બે દેશોમાંથી ક્રિકેટ રમી ચૂક્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 3:26 PM
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર નાસિર હુસૈનનો જન્મ 1968 મદ્રાસ (ચેન્નઈ)માં થયો હતો. વર્ષ 1975માં તેમનો પરિવાર ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો. ત્યા તેમણે ક્રિકેટની તાલીમ લીધી અને ભવિષ્યમાં ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ માટે કપ્તાની પણ કરી હતી. નાસિર હુસૈને ODI અને ટેસ્ટ મેચ સહિત કુલ 101 મેચમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં તેમણે 45 મેચમાં જીત હાંસલ કરી હતી.

1 / 5
 ઇયોને 5 ઓગસ્ટ 2006ના રોજ સ્કોટલેન્ડ સામેની મેચમાં આયર્લેન્ડ માટે  ODI ડેબ્યુ કર્યું હતું. આયર્લેન્ડ તરફથી ડેબ્યુ કર્યાના ત્રણ વર્ષ બાદ એટલે કે, 2009 T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં તેને ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ મોર્ગને ઈંગ્લેન્ડની વનડે ટીમની કપ્તાની કરતા 2019માં ODIનો  ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડયો હતો. ઇઓન મોર્ગને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

2 / 5
 ઈંગ્લેન્ડના ઝડપી બોલરોમાંના એક જોફ્રા આર્ચરનો જન્મ બાર્બાડોસમાં થયો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ માટે અંડર-19 ક્રિકેટ રમી ચુક્યો છે. જોફ્રાએ 2016માં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની સસેક્સ ટીમ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષ પછી 3 મે 2019ના રોજ તેમણે આયર્લેન્ડ સામે ઈંગ્લેન્ડ માટે ODI ડેબ્યૂ કર્યું હતું. આ પછી 5 મેના રોજ આર્ચરે પાકિસ્તાન સામે T20માં ડેબ્યૂ કર્યું હતું

3 / 5
ઈમરાન તાહિરનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે પાકિસ્તાનની અંડર-19 ટીમમાં પણ રમી ચુક્યો છે. પરંતુ તેમને સિનિયર ટીમમાં સ્થાન ન મળતા તે આફ્રિકા શિફ્ટ થયો અને 2011માં આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું હતું. તાહિરે  ODI વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

4 / 5
ભારતીય મૂળના ઈશ સોઢીનો જન્મ 31 ઓક્ટોબર 1992ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. જ્યારે તે 4 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર દક્ષિણ ઓકલેન્ડના ન્યુઝીલેન્ડમાં રહેવા ગયો હતો. સોઢીએ ઓક્ટોબર 2013માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ પછી તેમણે જુલાઈ 2014માં  T20 અને ઓગસ્ટ 2015માં ODIમાં ડેબ્યૂ કર્યું હતું. સોઢી ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 30 વનડે રમી ચુક્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">