ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિદેશી ટીમ માટે રમશે, એશિયા કપમાં ન મળ્યું સ્થાન
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ મોટો નિર્ણય લીધો છે. આ ખેલાડી ટૂંક સમયમાં વિદેશી ટીમ માટે રમતા જોવા મળશે. આ ખેલાડીએ તાજેતરમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેને એશિયા કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપના છેલ્લા બે રાઉન્ડમાં હેમ્પશાયર તરફથી રમવા માટે તૈયાર છે. હેમ્પશાયરએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી છે.

હેમ્પશાયર 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ટોન્ટનના કૂપર એસોસિએટ્સ કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટનો સામનો કરશે, ત્યારબાદ તે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યુટિલિટા બાઉલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સરેનો સામનો કરશે. સુંદર આ બંને મેચનો ભાગ રહેશે.

સુંદર તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તેણે આ પ્રવાસ પર 47ની સરેરાશથી 284 રન બનાવ્યા, જેમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની સદીનો પણ સમાવેશ થાય છે, જેનાથી ભારતે મેચ બચાવી હતી. આ ઉપરાંત, તેણે બોલિંગમાં પણ છાપ છોડી હતી.

2022 પછી આ પહેલીવાર બનશે જ્યારે સુંદર કાઉન્ટી ક્રિકેટ રમતો જોવા મળશે. અગાઉ તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપ અને ODI કપમાં લેન્કેશાયરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે નોર્થમ્પ્ટનશાયર સામેની તેની પહેલી મેચમાં પણ પાંચ વિકેટ લીધી હતી.

સુંદરે અત્યાર સુધી ભારત માટે 13 ટેસ્ટ મેચ રમ્યો છે અને 44.2ની સરેરાશથી 752 રન બનાવ્યા છે. તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે 28.5ની સરેરાશથી 32 વિકેટ પણ લીધી છે, જેમાં ત્રણ વખત 4 વિકેટ અને એક વખત 5 વિકેટનો સમાવેશ થાય છે. (All Photo Credit : PTI / GETTY)
આશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ જીત સાથે શરૂઆત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
