AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભમન ગિલને ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન બદલ મળ્યું મોટું ઈનામ, ICCએ કર્યું સન્માન

ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા મોટું ઈનામ આપવામાં આવ્યું છે. તેમને ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ગિલે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને હરાવીને આ સન્માન મેળવ્યું છે.

| Updated on: Aug 12, 2025 | 5:53 PM
Share
ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ચાર સદી સાથે સૌથી વધુ રન બનાવનારા કેપ્ટન શુભમન ગિલને તેના પ્રદર્શન માટે મોટો પુરસ્કાર મળ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તેને ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

1 / 6
ગિલે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડરને હરાવીને આ સન્માન મેળવ્યું હતું. રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી, ગિલને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી અને તેની કપ્તાનીમાં ભારતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી હતી.

2 / 6
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ચાર સદી સાથે સૌથી વધુ 754 રન બનાવનાર શુભમન ગિલને ચોથી વખત ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ મળ્યો છે. અગાઉ, તેને આ વર્ષે ફેબ્રુઆરીમાં અને 2023માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં પણ આ સન્માન મળ્યું છે.

3 / 6
એવોર્ડ જીત્યા પછી, શુભમન ગિલે કહ્યું, "જુલાઈ માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદગી પામીને ખૂબ આનંદ થયો. આ વખતે તે વધુ ખાસ છે કારણ કે મને કેપ્ટન તરીકે મારી પહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન મારા પ્રદર્શન માટે આ સન્માન મળ્યું છે."

4 / 6
ગિલે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં સૌથી વધુ 754 રન બનાવ્યા. આ સાથે ગિલ ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવાની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો. આ શાનદાર પ્રદર્શન માટે ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો.

5 / 6
ગિલ ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ ચાર વખત જીતનાર પ્રથમ પુરુષ ખેલાડી છે. ગિલ પહેલા બે મહિલા ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ ગાર્ડનર અને વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુસે આ સિદ્ધિ મેળવી હતી. (All Photo Credit : PTI / Getty)

6 / 6

ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ શુભમન ગિલ એશિયા કપમાં ધમાલ મચાવવા તૈયાર છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">