Team India Schedule 2022: ટીમ ઇન્ડિયાની આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર, T20 વિશ્વકપની આશા

India Cricket Team Schedule 2022: ટીમ ઈન્ડિયા વર્ષ 2021માં ટી-20 ચેમ્પિયન તો બની શકી નથી, પરંતુ 2022માં તેને વધુ એક તક મળવા જઈ રહી છે, આ સિવાય ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પણ આકરી ટક્કર થવાની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 3:11 PM
ટીમ ઈન્ડિયા (Team India) એ વર્ષ 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફરી એકવાર તે ICC ટ્રોફી જીતી શકી ન હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે તેનો પરાજય થયો હતો. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા નોકઆઉટ સ્ટેજ સુધી પણ નથી પહોંચી શકી. જોકે, ભારતીય ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જીતી હતી. બસ હવે વર્ષ વીતી ગયું અને હવે નવા વર્ષ 2022નો વારો છે. આ વર્ષે પણ ટીમ ઈન્ડિયાને ઘણું ક્રિકેટ રમવાનું છે અને તેની સામે ઘણા મોટા પડકારો આવવાના છે. આવો અમે તમને ટીમ ઈન્ડિયાનું 2022નું શેડ્યૂલ જણાવીએ

1 / 10
ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ જાન્યુઆરીમાં ચાલુ રહેશે. ટીમ ઈન્ડિયા 2022ની પ્રથમ મેચ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. સિરીઝની બીજી ટેસ્ટ જોહાનિસબર્ગમાં રમાશે. આ પછી ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં શરૂ થશે. ટેસ્ટ શ્રેણી પછી 19 જાન્યુઆરીથી 3 મેચની વનડે શ્રેણી રમાશે.

2 / 10
ફેબ્રુઆરીમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે તેમના ઘરે ODI અને T20 સિરીઝ રમશે. વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. બીજી વનડે 9 ફેબ્રુઆરીએ જયપુરમાં અને ત્રીજી વનડે 12 ફેબ્રુઆરીએ કોલકાતામાં રમાશે. આ પછી, ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ 15 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. બીજી T20 18 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં, ત્રીજી T20 20 ફેબ્રુઆરીએ ત્રિવેન્દ્રમમાં રમાશે.

3 / 10
શ્રીલંકા સામે 2 ટેસ્ટ મેચોની શ્રેણી ફેબ્રુઆરીના અંતથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં 25 ફેબ્રુઆરીએ રમાશે. બીજી ટેસ્ટ 5 માર્ચથી મોહાલીમાં શરૂ થશે. આ પછી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. પ્રથમ T20 13 માર્ચે મોહાલીમાં રમાશે. બીજી T20 15 માર્ચે ધર્મશાલામાં, ત્રીજી T20 18 માર્ચે લખનૌમાં રમાશે.

4 / 10
IPL 2022 એપ્રિલ-મેમાં રમાશે, જેની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જૂનમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 5 T20 મેચોની શ્રેણી રમશે. પ્રથમ T20 ચેન્નાઈમાં 9 જૂને, બીજી T20 બેંગલુરુમાં 12 જૂને, ત્રીજી T20 નાગપુરમાં 14 જૂને રમાશે. ચોથી T20 17 જૂને રાજકોટમાં અને પાંચમી T20 19 જૂને દિલ્હીમાં રમાશે.

5 / 10
ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. 1 જુલાઈથી બર્મિંગહામમાં ગયા વર્ષની છેલ્લી બાકીની ટેસ્ટ રમશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારત પાસે ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતવાની તક હશે. આ સિવાય ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 3 T20 અને 3 ODI મેચોની સીરિઝ પણ રમશે. પ્રથમ T20 7 જુલાઈના રોજ સાઉથમ્પટનમાં, બીજી T20 બર્મિંગહામમાં 9 જુલાઈએ અને ત્રીજી T20 નોટિંગહામમાં 10 જુલાઈએ રમાશે. આ પછી 12 અને 14 જુલાઈએ લંડનમાં ODI શ્રેણીની પ્રથમ બે મેચ રમાશે. ત્રીજી વનડે 17 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે.

6 / 10
ટીમ ઈન્ડિયા જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે જ્યાં તેઓ ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમશે. આ પ્રવાસનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેશે, જેના કારણે શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

7 / 10
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા તેના ઘરે થશે. આ પ્રવાસમાં 4 ટેસ્ટ, 3 T20 મેચ રમાશે. શેડ્યૂલ હજુ જાહેર કરવાનું બાકી છે.

8 / 10
ટી-20 વર્લ્ડ કપ 2022 ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર યોજાશે. ટીમ ઈન્ડિયા ચોક્કસપણે 2022ની એકમાત્ર ICC ટૂર્નામેન્ટ જીતવા માંગશે.

9 / 10
વર્ષનો અંત બાંગ્લાદેશ પ્રવાસ સાથે થશે જેની સામે ટીમ ઈન્ડિયા 2 ટેસ્ટ અને 3 વનડે રમશે. જેનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">