Gujarati News » Photo gallery » Cricket photos » Suzie Bates enter in elite list of Mithali Raj, becomes fourth women to complete 5000 ODI runs Women's World Cup 2022
Women’s World Cup 2022: Suzie Bates સદી સાથે જોડાઇ મિતાલી રાજની ખાસ ક્લબમાં, આમ કરનારી વિશ્વની ચોથી મહિલા ક્રિકેટર
Women’s World Cup 2022: Suzie Bates સદી સાથે જોડાઇ મિતાલી રાજની ખાસ ક્લબમાં, આમ કરનારી વિશ્વની ચોથી મહિલા ક્રિકેટર
ICC મહિલા વર્લ્ડ કપ 2022 માં પાકિસ્તાન સામેની મેચમાં સુઝી બેટ્સે શાનદાર સદી ફટકારી હતી. તેણે 135 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. આ સદીની ઇનિંગ્સ દરમિયાન તેણે એક ખાસ ક્લબમાં એન્ટ્રી લીધી છે. આ એ જ ક્લબ છે જ્યાં ભારતીય કેપ્ટન મિતાલી નુ 'રાજ' છે. અને સુઝી બેટ્સ તેની ચોથી સભ્ય બની છે.
1 / 6
હવે તમે તે ક્લબ વિશે જાણવા માંગતા હશો. તેથી તે ક્લબ મહિલા ક્રિકેટરોની છે કે જેમણે 5000 કે તેથી વધુ ODI રન બનાવ્યા છે. આમાં સુઝી બેટ્સ પહેલા 3 મહિલા ક્રિકેટરોના નામ છે. અને મિતાલી રાજ ટોપ પર છે. મહિલા ક્રિકેટમાં અત્યાર સુધીમાં 5000 પ્લસ રન બનાવનાર 4 બેટ્સમેન પર એક નજર કરીએ.
2 / 6
ભારતની મિતાલી રાજે મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી 231 મેચમાં 50.56ની એવરેજથી 7737 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 સદી અને 63 અડધી સદી ફટકારી છે.
3 / 6
મિતાલી રાજ પછી આ યાદીમાં બીજું નામ ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સનું છે, જેણે 191 મેચની 180 ઈનિંગ્સમાં 9 સદી અને 46 અડધી સદીની મદદથી 38.16ની સરેરાશથી 5992 રન બનાવ્યા છે.
4 / 6
આ યાદીમાં ત્રીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર છે. તેણે અત્યાર સુધીમાં 144 વનડેની 139 ઇનિંગ્સમાં 7 સદી અને 37 અડધી સદીની મદદથી 44.11ની સરેરાશથી 5250 રન બનાવ્યા છે.
5 / 6
આ યાદીમાં ચોથું અને નવું નામ ન્યુઝીલેન્ડના સુઝી બેટ્સનું છે, જેણે અત્યાર સુધી રમાયેલી 142 ODIની 136 ઇનિંગ્સમાં 41.01ની એવરેજથી 5045 રન બનાવ્યા છે. સુઝી બેટ્સે 12 સદી અને 28 અડધી સદી ફટકારી છે. (તમામ તસવીરોઃ એએફપી)