રોહિત શર્મા આ મેચથી કરશે વાપસી, પોતાની કારકિર્દી બચાવવા માટે લીધો મોટો નિર્ણય!
T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્સમેન રોહિત શર્મા ODI ટીમમાં વાપસી કરવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા તેણે એક શ્રેણીમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જાણો રોહિત કઈ મેચથી કરશે કમબેક.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતનાર રોહિત શર્મા ક્યારે બ્લ્યુ જર્સીમાં પાછો ફરશે? ક્રિકેટ ચાહકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેણે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં પાછો ફરી શકે છે, પરંતુ આ પ્રવાસ પહેલા રોહિતે એક શ્રેણીમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. T20 અને ટેસ્ટ શ્રેણીમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ ત્યાં 3 ODI અને 5 T20I મેચ રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરી શકાય છે.

એક રિપોર્ટ અનુસાર, રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા-A સામે ODI શ્રેણીમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ODI મેચો કાનપુરમાં યોજાશે.

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા-A સામેની ત્રણેય મેચ રમવા માંગે છે, જેથી તે સારી તૈયારી કરી શકે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી રોહિત શર્માની છેલ્લી વનડે શ્રેણી હોઈ શકે છે.

અહેવાલો અનુસાર, BCCI રોહિતને ODI ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં રહેવા માટે ડિસેમ્બર 2025માં શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહી શકે છે. જોકે, ODIમાં રોહિત શર્માનો રેકોર્ડ ઘણો સારો છે.

રોહિત શર્માએ 273 ODI મેચની 265 ઈનિંગ્સમાં 48.76ની સરેરાશથી 11168 રન બનાવ્યા છે. જેમાં 32 સદી અને 58 અડધી સદીનો સમાવેશ થાય છે. ODIમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 264 રન છે. (All Photo Credit : PTI / GETTY)
T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ વનડેમાંથી રોહિતની નિવૃત્તિ અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. રોહિત શર્મા સાથે જોડાયેલ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
