ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ODIમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્મા રનિંગ કરી 7676 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?
ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની. જેના નામે ત્રણેય ફોર્મેટમાં અનેક રેકોડ છે અને તે હાલના સમયનો સૌથી સફળ બેટ્સમેન અને કેપ્ટન છે. જાણો તેના આ ખાસ રેકોર્ડ અને આંકડા વિશે.


રોહિત શર્માને હીટ મેનના નામથી પણ લોકો ઓળખે છે, અને તે એટલા માટે કારણકે તેને લાંબા શોર્ટ રમવાનું વધુ પસંદ છે.

શું તમે જાણો છો, રોહિતે સિંગળ, ડબલ અને ટ્રીપલ રન કરતાં હીટિંગ (ફોર અને સિક્સર) થી વધુ રન ફટકાર્યા છે. તે સિક્સર અને ડબલ સેન્ચુરી ફટકારવા મામલે 50 ઓવરના ફોર્મેટમાં ટોપ પર છે.

રોહિતે ટેસ્ટ, વનડે અનવે T20 ત્રણેય ફોર્મેટમાં કમાલ પ્રદર્શન કર્યું છે અને અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. રોહિતે ત્રણેય ફોર્મેટમાં કુલ 451 મેચો રમી છે, જેમાં 17 હજારથી વધુ રન બનાવ્યા છે. જેમાં તેની એવરેજ 44ની નજીક છે અને તેનો હાઈએસ્ટ સ્કોર 264 છે.

તેણે કુલ 44 સદી અને 97 ફિફ્ટી ફટકારી છે. રોહિતે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 1670 ચોગ્ગા અને 551 સિક્સર ફટકારી છે.

રોહિત શર્માએ ચોગ્ગા અને છગ્ગાથી કુલ 9986 બનાવ્યા છે, અને બાકીના એટલે કે 7656 રન સિંગલ, ડબલ અને ત્રણ રન દોડીને બનાવ્યા છે. જે માટે રોહિતે 22 યાર્ડની પીચ પર કુલ 154 કિલોમીટર રનિંગ કરી છે.

































































