AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ચાલુ મેચમાં બદલાયો પ્રીટિ ઝિન્ટાની ટીમનો કેપ્ટન, ઐયરની જગ્યાએ આ ખેલાડીને મળી કમાન

IPL 2025 ની 59મી મેચ દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો. મેચની વચ્ચે જ પંજાબ કિંગ્સને પોતાનો કેપ્ટન બદલવો પડ્યો. હકીકતમાં, પ્રથમ ઇનિંગ પછી, શ્રેયસ ઐયરની જગ્યાએ ઇમ્પેક્ટ સબ તરીકે મેદાન પર લાવવામાં આવ્યો.

| Updated on: May 18, 2025 | 6:48 PM
Share
IPL 2025 ની 59મી મેચ દરમિયાન, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક અનોખો નજારો જોવા મળ્યો. રાજસ્થાન ટીમ સામેની મેચની વચ્ચે જ પંજાબ કિંગ્સને પોતાનો કેપ્ટન બદલવો પડ્યો. શ્રેયસ ઐયરના સ્થાને, એક અનકેપ્ડ ખેલાડીને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી. આ ખેલાડીએ પણ જોરદાર ઇનિંગ્સ રમી, જેના કારણે પંજાબની ટીમ મેચમાં પ્રથમ બેટિંગ કરતી વખતે 200+ રન બનાવી શકી.

1 / 5
વાસ્તવમાં, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન તેની તર્જની આંગળીમાં ઊંડી ઈજા થઈ હતી. પરંતુ તેણે રાજસ્થાન સામે રમવાનું નક્કી કર્યું અને બેટિંગ પણ કરી. પરંતુ પંજાબની ઇનિંગ પૂરી થયા પછી, શ્રેયસ ઐયરની જગ્યાએ હરપ્રીત બ્રારને ઇમ્પેક્ટ સબ તરીકે મેદાનમાં લાવવામાં આવ્યો.

2 / 5
એટલે કે શ્રેયસ ઐય્યર આ મેચમાં ફિલ્ડિંગમાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં, અનકેપ્ડ ખેલાડી શશાંક સિંહને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી. જ્યારે શ્રેયસ ઐયર ટોસ માટે મેદાન પર આવ્યો ત્યારે તેની આંગળી પર ભારે પાટો બાંધેલો હતો.

3 / 5
આ પછી તે પાંચમા નંબરે બેટિંગ કરવા પણ આવ્યો. તેણે 25 બોલમાં 30 રનની ઇનિંગ રમી. ઐયરે આ રન 120 ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા, જેમાં ૫ ચોગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ, શશાંક સિંહે વિસ્ફોટક ઇનિંગ્સ રમી. તે 30 બોલમાં 59 રન બનાવીને અણનમ રહ્યો. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. શશાંક સિંહનો સ્ટ્રાઇક રેટ પણ 196.66 હતો.

4 / 5
શશાંક સિંહે આ સિઝનમાં ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. તેણે 12 મેચની 10 ઇનિંગ્સમાં 273 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે તેણે આ રન 68.25 ની સરેરાશથી બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ પણ 151.66 રહ્યો છે. તે IPL 2024 પછી છઠ્ઠા કે તેનાથી નીચેના નંબર પર રમતા સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. તેણે 3 અડધી સદી ફટકારી છે. (All Image - BCCI)

5 / 5

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">