IPL 2025 Prize Money : ચેમ્પિયન અને રનર-અપ ટીમને કેટલા પૈસા મળશે ? જાણો સંપૂર્ણ વિગત
IPL 2025ની ફાઈનલ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. બંને ટીમો જીતની મોટી દાવેદાર છે. કોણ જીતશે તે તો મેચ પછી જ ખબર પડશે, પણ તે પહેલા જાણી લો કે વિજેતા અને રનર-અપ ટીમોને કેટલી પ્રાઈઝ મની મળશે?

IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમોએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ક્વોલિફાયર-1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવ્યું હતું અને ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે આ બંને ટીમો વચ્ચે એક રોમાંચક ફાઈનલ મેચ જોવા મળશે.

IPL ગવર્નિંગ કમિટીએ હજુ સુધી જાહેરાત કરી નથી કે વિજેતા ટીમ અને રનર-અપ ટીમને કેટલા પૈસા આપવામાં આવશે, પરંતુ રિપોર્ટ અનુસાર, IPL 2025ની ફાઈનલમાં જે પણ ટીમ જીતશે તેને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

IPL 2025ની રનર-અપ ટીમને 13 કરોડ રૂપિયા મળશે. જ્યારે ક્વોલિફાયર ટીમને 7 કરોડ રૂપિયા મળશે. અને એલિમિનેટર ટીમને 6.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, ઓરેન્જ કેપ વિજેતાને 10 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે. પર્પલ કેપ વિજેતાને પણ એટલી જ રકમ મળશે. ઈમર્જિંગ પ્લેયરને 20 લાખ રૂપિયા આપવામાં આવશે.

જ્યારે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, સુપર સ્ટ્રાઈકર, પાવર પ્લેયર, મેક્સિમમ સિક્સ અને ગેમ ચેન્જરને 10-10 લાખ રૂપિયા મળશે. (All Photo Credit : PTI)
IPL 2025ની ફાઈનલ પંજાબ અને બેંગલુરુ વચ્ચે રમાશે. બંને ટીમો એકપણ વાર ચેમ્પિયન બની નથી. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































