Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: RR vs GT વચ્ચેની મેચમાં રાજસ્થાનની હારનું કારણ બની આ ઓવર, જેમાં 1, Wd, 4, 1, N4, 2, Wd, L1, 4, જેવા તમામ બોલ જોવા મળ્યા

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બોલ પર ટીમે મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિયાન પરાગે 76 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગુજરાત તરફથી ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માએ એક-એક વિકેટ લીધી હતી. જોકે રાજસ્થાનના હાથ માંથી જીતેલી મેચ ગઈ એનું કારણ 19 મી ઓવર કહેવામાં આવે તો ખોટું નથી. કારણ કે, આ ઓવરમાં કુલદીપ સેને 1, Wd, 4, 1, N4, 2, Wd, L1, 4, જેવી ઓવર નાખતા મેચ પલટાઈ હતી.

| Updated on: Apr 11, 2024 | 12:24 AM
ગુજરાતની જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 11 બોલમાં 24 અણનમ રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયાએ 22 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 72 રનની ઇનિંગ રમી હતી.

1 / 5
 સાઈ સુદર્શને 35 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગ કરતા કુલદીપ સેને 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. અવેશ ખાને 1 વિકેટ લીધી હતી.

2 / 5
ગુજરાત ટાઇટન્સે 18 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 12 બોલમાં 35 રનની જરૂર હતી. રાહુલ તેવટિયા 11 રન બનાવીને ક્રીઝ પર હતો અને રાશિદ ખાને 2 રન બનાવ્યા હતા. જોકે આ બાદ 19 મી ઓપવાર ફેકવા માટે કુલદીપ સેન આવ્યો હતો.

3 / 5
19 મી ઓવરની શરૂઆત કરી પ્રથમ બોલે ગુજરાતને 1 રન મળ્યો આ બાદ બાદમાં એક વાઈડ બોલ ફેંક્યો. જે બાદ બીજા બોલે ગુજરાતને 4 રન મળ્યા આ બોલ બાદ 10 બોલમાં 29 રનની જરૂર હતી. ત્યાર બાદ ત્રીજા બોલે 1 રન મળ્યો. મહત્વનું છે કે કુલદીપ સેન બોલિંગ કરી રહ્યો હતો અને ચોથા બોલે કુલદીપનો બોલ નો બોલ પડ્યો. જે બોલમાં ફોર ગઈ. આ નો બોલમાં કુલ 4 રાન મળ્યા. આ  બાદ ચોથા બોલે ફરી ફ્રી હિટ બોલમાં 2 રન મળ્યા. આ બાદ ફરી એક બોલ વાઈડ ગયો. આ બાદ ફરી 5 મો બોલ તેણે નાખ્યો જે લેગબાય હતો જેમાં 1 રન મળ્યો.

4 / 5
આ ઓવરનો છેલ્લો બોલ બાકી રહેતા 7 બોલમાં 19 રનની જરુંર હતી. છેલ્લા બોલમાં ગુજરાતના ખેલાડી રાહુલ તેવટીયાએ 4 ફટકારી હતી. એટલે કુલ મળી આ ઓવરમાં 20 રન આવ્યા હતા. જે રાજસ્થાનની હારનું મુખ્ય કારણ કહેવામાં આવએ તો ખોટું નથી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">