21 વર્ષની ઉંમરે ડેબ્યુ અને 30 વર્ષે સંન્યાસ લેનાર ક્રિકેટર કોમેન્ટેટર અને કોચનો આવો છે પરિવાર
ભારતે દુનિયાને ઘણા મહાન બેટ્સમેન આપ્યા છે. રવિ શાસ્ત્રીનું નામ પણ આમાં સામેલ છે.બિંદાસ લાઈફ જીવવા માટે ફેમસ રવિ શાસ્ત્રી માત્ર પોતાના ક્રિકેટ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ પોતાની પર્સનલ લાઈફમાં પણ ચર્ચામાં રહ્યા છે. આજે રવિ શાસ્ત્રીના પરિવાર વિશે વાત કરીએ.

રવિ શાસ્ત્રીની માતાનું નામ લક્ષ્મી શાસ્ત્રી છે. તેમના પિતાનું નામ શ્રી આર.એન. શાસ્ત્રી છે.રવિ શાસ્ત્રીએ કહ્યું કે માતા-પિતાની સેવા કરવી એ દુનિયાનું સૌથી મોટું અને સાચું તીર્થસ્થાન છે.રવિ શાસ્ત્રીના પરિવાર વિશે વાત કરીએ.

રવિ શાસ્ત્રી એક ઓલરાઉન્ડર હતા, જે ભારત માટે ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમ્યા હતા.હાલમાં પણ તે ક્રિકેટ કોમેન્ટ્રી પેનલનો ભાગ છે.

ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે રસ્પ્રદ વાતો જાણો

રવિ શાસ્ત્રીએ એકલા હાથે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતાડી. તેમણે 2024માં ભારતીય ક્રિકેટ ટીમના વાર્ષિક એવોર્ડ શો NAMAN માં સી. કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ જીત્યો હતો.

ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર અને ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીના લગ્ન રીતુ સિંહ સાથે થયા છે અને તેમને એક પુત્રી છે જેનું નામ અલેખા શાસ્ત્રી છે. આ દંપતીના લગ્ન 1990 માં થયા હતા અને 2008 માં તેમની પુત્રીનો જન્મ થયો હતો, પરંતુ એક અહેવાલ મુજબ, 2012માં બંન્ને અલગ થઈ ગયા.

રવિ શાસ્ત્રીનો જન્મ બોમ્બેમાં થયો હતો અને તેમણે ડોન બોસ્કો હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.તેમણે ક્રિકેટને ગંભીરતાથી લીધું હતું. ડોન બોસ્કો (માટુંગા) માટે રમતા, શાસ્ત્રી 1976 ની ઇન્ટર-સ્કૂલ ગાઇલ્સ શીલ્ડની ફાઇનલમાં પહોંચ્યા,

રવિ શાસ્ત્રી પણ પોતાની લવ સ્ટોરીના કારણે ચર્ચામાં રહ્યા છે. શાસ્ત્રીનું નામ આર્જેન્ટિનાની ટેનિસ ખેલાડી ગેબ્રિએલા સબાટિની અને બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે જોડાયું હતુ.

રવિ શાસ્ત્રીએ પોતાના ક્રિકેટ કરિયરની શરુઆત લેફ્ટ આર્મ સ્પિનરના રુપમાં કરી હતી. શાળામાં અભ્યાસ બાદ તેમણે મુંબઈની ડોન બૉસ્કો શાળામાં ક્રિકેટ રમવાની તક મળી હતી. તેમને પોતાની શાળા તરફથી કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. શાસ્ત્રીએ પોતાની કેપ્ટનશીપમાં વર્ષ 1977માં ઝાઈલ્સ શીલ્ડ ટ્રોફી જીતી હતી.

તમને જણાવી દઈએ કે, રવિ શાસ્ત્રીએ માત્ર 21 વર્ષની ઉંમરે 1981માં ડેબ્યુ મેચ રમી હતી. 11 વર્ષ તે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા છે. આ દરમિયાન 1983માં પહેલી વખત વનડે વર્લ્ડકપ જીતનારી ટીમનો સભ્યો બન્યો હતા. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 1992માં રમી હતી અને માત્ર 30 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

રવિ શાસ્ત્રીના નામે એક ઓવરમાં 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝના મહાન બેટ્સમેન ગેરી સોબર્સનો રેકોર્ડ બરાબરી કરી. આ રેકોર્ડ પછી, રવિ શાસ્ત્રી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગતમાં પ્રખ્યાત થઈ ગયા. રવિ શાસ્ત્રીએ 1985માં રણજી ટ્રોફીમાં બરોડા સામે 1 ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિ શાસ્ત્રીની કુલ સંપત્તિ લગભગ 85 કરોડ રૂપિયા છે. તેઓ હાલમાં IPL 2025ના બ્રોડકાસ્ટર JioHotstar અને Star Sports સાથે કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યા છે. શાસ્ત્રી 2017 થી 2021 સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી. રવિ શાસ્ત્રીએ ભારત માટે કુલ 80 મેચમાં 3830 રન બનાવ્યા હતા.

તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી. રવિ શાસ્ત્રીએ ભારત માટે કુલ 80 મેચમાં 3830 રન બનાવ્યા હતા. જેમાં 11 સદી સામેલ છે. ટેસ્ટ મેચમાં 151 વિકેટ લીધી છે. 150 વનડે મેચમાં તેમણે 3108 રન બનાવ્યા છે અને 129 વિકેટ લીધી છે. ક્રિકેટમાંથી રિટાયર્મેન્ટ લીધા બાદ કોમેન્ટ્રી કરવાનું શરુ કર્યું હતુ.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































