એક જ ફોર્મેટમાં સૌથી વધારે સદી ફટકાવનાર ક્રિકેટર બન્યો વિરાટ કોહલી
રાંચીમાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે આ સાથે તે એક ફોર્મેટમાં સૌથી વધારે સદી ફટકાવનાર બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલીએ રવિવારના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝ વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારી એક નવો ઈતિહાસ રચી દીધો છે. તે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ફોર્મેટમાં સૌથી વધારે સદી ફટકાવનાર બેટ્સમેન બની ગયો છે.

આ મામલે તેમણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી 102 બોલમાં સદી ફટકારી હતી. વિરાટ કહોલીની જો આપણે વાત કરીએ તો વનડે ક્રિકેટમાં આ વનડે ક્રિકેટમાં તેની 52મી સદી છે. આ પહેલા પણ એક જ ફોર્મેટમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ પણ સચિન તેડુંલકરના નામે હતો.

આ મેચમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી નાંખ્યો છે. વનડે ઈન્ટરનેશનલમાં ઘર આંગણે સૌથી વધારે વખત પચાસનો સ્કોર બનાવવા મામલે કોહલી પહેલા નંબર પર આવ્યો છે.

કોહલીનો આ ભારતમાં આ ફોર્મેટમાં 59મો પચાસ પ્લસનો સ્કોર છે. તેમણે સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો છે. સચિનના નામે 58 ફિફિટી પ્લસનો સ્કોર હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંન્નેએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. રોહિત અને વિરાટ વચ્ચે આ મેચમાં 136 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી. રોહિત શર્માએ 51 બોલમાં 57 રન બનાવ્યા હતા.
વિરાટને દરેક લોકો પ્રેમથી 'ચીકુ' કહે છે.આવો જાણીએ વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે અહી ક્લિક કરો
