IND vs ENG : જો રૂટે લોર્ડ્સ ટેસ્ટમાં ફટકારી સદી, દ્રવિડ-સ્મિથને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ સદી ફટકારી હતી. જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ટોચના 5 બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે. આ ઈનિંગ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પણ પૂરા કર્યા હતા.

લીડ્સ અને બર્મિંગહામમાં મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહેલા ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે આખરે પોતાના ફેવરિટ ગ્રાઉન્ડ લોર્ડ્સમાં સદી ફટકારી હતી.

રૂટની ટેસ્ટ કારકિર્દીની આ 37મી સદી છે અને આ સાથે તેણે મહાન ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા હતા. બંનેએ 36-36 સદી ફટકારી હતી.

લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે જો રૂટ 99 રન પર અણનમ હતો અને બીજા દિવસે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે પોતાની 37મી ટેસ્ટ સદી પૂર્ણ કરી હતી.

37મી સદી સાથે જો રૂટ સચિન તેંડુલકર (51), જેક્સ કાલિસ (45), રિકી પોન્ટિંગ (41) અને કુમાર સંગાકારા (38) પછી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે.

લોર્ડ્સના મેદાન પર જો રૂટની આ આઠમી ટેસ્ટ સદી છે, જ્યારે તેણે ભારત સામે 11મી વખત 100નો આંકડો પાર કરીને સ્ટીવ સ્મિથની બરાબરી કરી છે. (All Photo Credit : PTI / Getty Images)
ઈંગ્લેન્ડનો જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં વર્તમાન સમયનો ટેસ્ટનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે અને હાલ શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
