IND vs PAK: ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીય ખેલાડીઓની ટોપ-5 ઈનિંગ, રોહિત રહ્યો છે ટોપ પર

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે વર્લ્ડ કપનો મહા મુકાબલો યોજાશે. આજની મેચમાં રોહિત અને વિરાટ પાસેથી ફેન્સને મોટી ઈનિંગની અપેક્ષા છે. ભારત માટે વનડે ક્રિકેટના વર્લ્ડ કપમાં આ બંને ખેલાડીઓએ પાકિસ્તાન સામે યાદગાર ઈનિંગ રમી છે. બંનેએ પાકિસ્તાન સામે સદી પણ ફટકારી છે. આ સિવાય પૂર્વ સ્ટાર ખેલાડીઓએ પણ વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે યાદગાર ઈનિંગ રમી છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીય ખેલાડીઓ દ્વારા રમાયેલ સૌથી મોટી ઇનિંગ પર એક નજર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 12:39 PM
2019 વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્માએ પાકિસ્તાન સામે 113 બોલમાં 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જે કોઈ પણ ભારતીય દ્વારા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાયેલ સૌથી મોટીવ્યક્તિગત ઈનિંગ છે.

1 / 5
રોહિત બાદ આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ આવે છે. વિરાટે 2015 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 126 બોલમાં 107 રનની યાદગાર ઈનિંગ રમી હતી.

2 / 5
વર્લ્ડ કપ 2003માં પાકિસ્તાન સામે સચિન તેંડુલકરે 75 બોલમાં 98 રનની દમદાર ઈનિંગ રમી હતી. સચિન બે રન માટે સદી ચૂકી ગયો હતો, છતાં સચિનની આ ઈનિંગે ભારતની જીતમાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું.

3 / 5
1996 ના વર્લ્ડ કપમાં નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાન સામે 115 બોલમાં 93 રનની દમદાર ઈનિંગ રમી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

4 / 5
સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2011માં સેમી ફાઈનલ મુકાબલામાં પાકિસ્તાન સામે 115 બોલમાં 85 રન બનાવ્યા હતા. સચિનની આ ઈનિંગ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીય બેટ્સમેનની ટોપ-5 ઈનિંગમાં એક છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">