IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતવા છતાં ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માંથી બહાર, આ છે કારણ
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હી ટેસ્ટ જ નહીં, પણ આખી શ્રેણી પણ જીતી લીધી. આ શ્રેણી જીત બાદ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પણ અપડેટ થયું છે, પરંતુ ભારતીય ટીમના રેન્કિંગમાં કોઈ ફાયદો થયો નથી.

ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરી દીધું છે. પહેલા ટીમ ઈન્ડિયાએ અમદાવાદ ટેસ્ટમાં ઈનિંગ અને 140 રનથી શાનદાર જીત મેળવી હતી, અને હવે ભારતીય ટીમે દિલ્હી ટેસ્ટમાં 7 વિકેટથી વિજય મેળવ્યો છે.

જોકે, આ બે જીતથી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં કોઈ ફાયદો થયો નથી. ટીમ ઈન્ડિયા ટોપ 2 માંથી હજી પણ બહાર છે, વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી શરૂ થયા પહેલા જે સ્થાને હતા તે જ સ્થાને રહ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી. અને શ્રેણી સમાપ્ત થયા પછી પણ ટીમ ઈન્ડિયા તે સ્થાન પર યથાવત છે. જો કે ભારતીય ટીમની જીતની ટકાવારી ચોક્કસપણે વધી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 46.67 હતી, જે શ્રેણી સમાપ્ત થયા પછી હવે વધીને 61.90 થઈ ગઈ છે. ભારતે વર્તમાન WTC સિઝનમાં સાત મેચ રમી છે, જેમાં ચાર જીતી છે અને બે હાર્યા છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે.

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં ટોપ 2 સ્થાન પર છે. બંને ટીમોની જીતની ટકાવારી ભારત કરતા સારી છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 100 ટકા છે, જ્યારે શ્રીલંકા 66.67 ટકા સાથે બીજા ક્રમે છે.

ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે અને બધી જીતી છે. શ્રીલંકાએ તેની બે મેચમાંથી એક જીતી છે અને એક ડ્રો કરી છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના સારા રેકોર્ડને કારણે ભારત ટોપ 2 માંથી બહાર છે.

વેસ્ટ ઈન્ડીઝ હજુ સુધી WTC પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલી શક્યું નથી. વેસ્ટ ઈન્ડીઝે અત્યાર સુધી પાંચ ટેસ્ટ રમી છે અને બધી હારી ગયા છે. વેસ્ટ ઈન્ડીઝ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડ 43.33 જીતની ટકાવારી સાથે ચોથા ક્રમે છે. બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે. (All Photo Credit : PTI / GETTY / X / BCCI)
વેસ્ટ ઈન્ડીઝને ક્લીન સ્વીપ કરી હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
