રાજકોટ ટેસ્ટથી થઈ ‘નેક્સ્ટ ધોની’ની એન્ટ્રી, જાણો તેના રેકોર્ડ
સરફરાઝ અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ભારત માટે આ ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ બંનેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ છે. અનિલ કુંબલેએ સરફરાઝને ડેબ્યૂ કેપ આપી. આ સાથે જ દિનેશ કાર્તિકે ધ્રુવને ડેબ્યૂ કેપ સોંપી. સરફરાઝ 311મો ખેલાડી છે અને ધ્રુવ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 312મો ખેલાડી છે.

ઉત્તરપ્રદેશના આગ્રામાં જન્મેલો 23 વર્ષીય ધ્રુવ જુરેલ ધોનીનો મોટો ફેન છે. તેણે પોતાની રમત સુધારવા માટે ધોની પાસે ઘણી ટિપ્સ લીધી હતી.

ધોનીને દિગ્ગજ અને રોલ મોડેલ માનતા ધ્રુવ જુરેલને આઈપીએલ દરમિયાન કેપ્ટન કૂલ કરવાની તક મળી હતી. ધોનીના વીડિયો જોઈને તેણે પોતાની બેટિંગ, કીપિંગ અને કેપ્ટનશીપમાં સુધારા કર્યા હતા.

અંડર 19 એશિયા કપમાં તેને ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. મધ્યવર્ગમાં જન્મેલા ધ્રુવ જુરેલના પિતા કારગિલ યુદ્ધમાં લડી ચૂક્યા છે, તેની માતાએ એક સમયે તેની ક્રિકેટ કીટ ખરીદવા માટે સોનાની ચેઈન વેંચી દીધી હતી.

15 ફેબ્રુઆરીથી શરુ થતી રાજકોટ ટેસ્ટ પહેલા તે મેદાન પર વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ધ્રુવ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 312મો ખેલાડી છે.

ધ્રુવ જુરેલે તેની શરૂઆતની ડોમેસ્ટિક કારકિર્દીમાં પ્રભાવિત કર્યો છે. તેણે વિદર્ભ સામે રણજી ટ્રોફી 2022 સીઝનમાં તેની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ પોતાની જાતને મધ્ય-ક્રમના વિશ્વસનીય બેટ્સમેન તરીકે સ્થાપિત કરી. 15 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં, તેણે 46.47ની પ્રભાવશાળી સરેરાશથી 790 રન બનાવ્યા, જેમાં એક બેવડી સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. રાજકોટ ટેસ્ટમાં તે કેએસ ભરતની જગ્યાએ ડેબ્યૂ કરશે.
