AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઓકલેન્ડમાં ભારતનો કારમો પરાજય, બોલરો પછી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી

ન્યુઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં અજેય લીડ મેળવ્યા બાદ ભારતે ઓકલેન્ડ T20માં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ચોથી T20માં ભારતને હરાવી ન્યુઝીલેન્ડને શ્રેણીની પહેલી જીત મેળવી હતી. મેચમાં પહેલા બોલરો અને પછી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

Breaking News: ઓકલેન્ડમાં ભારતનો કારમો પરાજય, બોલરો પછી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી
Team IndiaImage Credit source: X/BCCI
| Updated on: Oct 30, 2026 | 4:54 PM
Share

ગ્લેન ફિલિપ્સ અને માઈકલ બ્રેસવેલની વિસ્ફોટક ઇનિંગ બાદ જેકબ ડફીની શાનદાર બોલિંગે આખરે ભારત સામે T20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને વિજય અપાવ્યો હતો. ભારતીય ટીમને ઓકલેન્ડમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત ફક્ત 172 રન જ બનાવી શક્યું અને 87 રનથી હારી ગયું હતું.

T20 સીરિઝમાં ન્યુઝીલેન્ડની પહેલી જીત

ન્યુઝીલેન્ડની જીતના હીરો ગ્લેન ફિલિપ્સ હતો, જેણે 49 બોલમાં 107 રન બનાવ્યા. માઈકલ બ્રેસવેલે પણ 25 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું. આ બંને બેટ્સમેનોએ 40 બોલમાં 115 રનની ભાગીદારી નોંધાવીને ટીમ ઈન્ડિયાને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધી. જેકબ ડફી શાનદાર રહ્યો, તેણે 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી.

ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ

ભારતની વિસ્ફોટક બેટિંગ લાઇનઅપ આજે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ. સંજુ સેમસન સૌથી પહેલા 4 રન બનાવીને આઉટ થયો. ઇશાન કિશન પણ પહેલી જ ઓવરમાં 0 પર આઉટ થઈ ગયો. અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યરે થોડીવાર માટે ટકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાવરપ્લે સમાપ્ત થાય તે પહેલાં બંને આઉટ થઈ ગયા. મેથ્યુ ફિશરે અભિષેક શર્માને 27 રને આઉટ કર્યો, અને કેપ્ટન અય્યર 11 બોલમાં 22 રને ક્લીન બોલ્ડ આઉટ થયો.

ભારતની શ્રેણીમાં પહેલી હાર

વચ્ચેની ઓવરોમાં, અક્ષર પટેલે 7 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. નીતિશ કુમાર રેડ્ડીએ ઝડપથી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ 21 રન બનાવીને સેન્ટનરના હાથે કેચ આઉટ થઈ ગયો. નમન ધીરે પણ ઝડપથી બેટિંગ કરી, જેકબ ડફી દ્વારા આઉટ થયા પહેલા 13 બોલમાં 28 રન બનાવ્યા. અંતે વાઇસ કેપ્ટન તિલક વર્માએ કેટલાક સારા શોટ રમ્યા પ્રયાસો અને 35 રન બનાવ્યા, પરંતુ ભારત ખરાબ રીતે મેચ હારી ગયું.

ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

બેટ્સમેનો નિષ્ફળ ગયા તે પહેલા ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ થઈ હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ભરતયી બોલરો સામે 20 ઓવરમાં 259 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 3 ઓવરમાં 43 રન આપ્યા, નીતિશ કુમાર રેડ્ડીએ 4 ઓવરમાં 54 રન , પ્રિન્સ યાદવે 49 અને મયંક યાદવે 48 અને અર્શદીપ સિંહે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા.

Breaking News: શ્રેયસ અય્યરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, દુનિયાનો કોઈ કેપ્ટન નથી કરી શક્યો આવું કારનામું

Follow Us
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
g clip-path="url(#clip0_868_265)">