Breaking News: અમદાવાદમાં રમખાણો દરમિયાન જન્મ, હવે ટીમ ઈન્ડિયાનો ચીફ સિલકેટર બનશે આ ગુજરાતી ક્રિકેટર?
ટીમ ઈન્ડિયાના ચીફ સિલકેટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થશે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરની જગ્યા લેશે. અમદાવાદમાં રમખાણો દરમિયાન જન્મેલો આ ગુજરાતી ખેલાડી હાલ IPL માં ગુજરાત ટાઈટન્સ સત્રે જોડાયેલો છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થઈ રહ્યો છે.

અહેવાલો સૂચવે છે કે ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ તેનું સ્થાન લેશે. પ્રજ્ઞાન ઓઝા પણ ચીફ સિલકેટર બનવાની રેસમાં છે.

પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T20 મેચ રમી છે.

પ્રોફેશનલ ક્રિકેટમાં પાર્થિવ પટેલેની 30 સદી છે. તેણે IPLમાં છ ટીમો માટે કુલ 139 મેચ પણ રમી છે.

પાર્થિવ પટેલે 2002 માં ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો.

ટેસ્ટ ડેબ્યૂ સમયે પાર્થિવ પટેલ ફક્ત 17 વર્ષ અને 153 દિવસનો હતો.

પાર્થિવ પટેલ વિશે કેટલીક એવી હકીકતો છે જે બહુ ઓછા લોકો જાણે છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત પાંચ સદી ફટકારનાર પ્રથમ ભારતીય છે. તેણે 2007 માં આ સિદ્ધિ મેળવી હતી.

પાર્થિવ પટેલની જન્મકથા પણ ખૂબ જ રસપ્રદ છે. તેનો જન્મ 1985માં અમદાવાદમાં રમખાણો અને કર્ફ્યુ દરમિયાન થયો હતો. પાર્થિવની માતાને પોલીસ વાનમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. (PC-PTI)
Breaking News: છ મહિનામાં જ ભારતીય ક્રિકેટર પૃથ્વી શોની સગાઈ તૂટી ગઈ, મંગેતરે અલગ થવાનું કારણ જાહેર કર્યું
