IPL 2025 ફાઈનલ હાર્યા બાદ પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર નવી ટીમ સાથે જોડાયો
શ્રેયસ અય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જોકે, પંજાબને ફાઈનલમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025 ફાઈનલ હાર્યા બાદ હવે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર નવી ટીમ સાથે જોડાયો છે.

IPL 2025 બાદ પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર હવે T20 મુંબઈ 2025માં ભાગ લેતા જોઈ શકાય છે. આ ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં તેમાં કેટલીક શાનદાર મેચો પણ રમાઈ છે. શ્રેયસ અય્યર આ ટુર્નામેન્ટમાં સોબો મુંબઈ ફાલ્કન્સ ટીમ તરફથી રમતો જોવા મળશે.

સોબો મુંબઈ ફાલ્કન્સ ટીમની વાત કરીએ તો, તેનું નેતૃત્વ પૃથ્વી શો કરી રહ્યો છે. અત્યાર સુધી, મુંબઈ ફાલ્કન્સે આ સિઝનમાં એક મેચ રમી છે અને તે જીતી છે. શ્રેયસ અય્યરના જોડાવાથી મુંબઈ ફાલ્કન્સ ટીમ હવે વધુ મજબૂત બની ગઈ છે.

શ્રેયસ અય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સ ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જોકે, ફાઈનલમાં, તેમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રેયસ અય્યરે IPL 2025માં 17 મેચમાં 50.33ની સરેરાશ અને 175થી વધુના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા હતા. શ્રેયસે આ સિઝનમાં કુલ 6 અડધી સદી ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 97 રન હતો.

ભારતીય ટીમ હવે 20 જૂનથી શરૂ થતી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ શ્રેયસ અય્યરને સ્થાન મળ્યું નથી. ભારતીય ટીમને તેની ખૂબ જ ખોટ સાલશે.

ભારતીય ટીમમાં પાછા ફરવા માટે શ્રેયસ અય્યરને થોડી રાહ જોવી પડશે. જો કે તે 6 જૂને T20 મુંબઈ 2025 ટુર્નામેન્ટમાં ટ્રાયમ્ફ્સ નાઈટ્સ MNE સામે મુંબઈ ફાલ્કન્સ ટીમ તરફથી મેચ રમવા મેદાનમાં ઉતરશે. (All Photo Credit : PTI / X)
IPL 2025માં શ્રેયસ અય્યરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, હવે તે T20 મુંબઈ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે. શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































