અભિષેક શર્માએ T20માં સૌથી ઝડપી સદીના ગુજરાતના ઉર્વિલ પટેલના રેકોર્ડની બરાબરી કરી

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં અભિષેક શર્માએ ધમાકો કર્યો છે. મેઘાલય સામે પોતાનો પાવર બતાવતા અભિષેક શર્માએ T20માં સૌથી ઝડપી સદીના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અભિષેકે પોતાની તોફાની સદીમાં 11 છગ્ગા ફટકાર્યા હતા. T20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ 27 બોલનો છે, જેને તોડતા પહેલા ઉર્વિલ પટેલ પણ ચૂકી ગયો હતો. અને, હવે અભિષેક શર્મા પણ તેને ચૂકી ગયો છે.

| Updated on: Dec 05, 2024 | 4:04 PM
અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે સૌથી ઝડપી સદીના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ડાબા હાથના ઓપનરે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મેઘાલય સામે આ કારનામું કર્યું હતું. પંજાબ તરફથી રમતા અભિષેકે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે તેણે ગુજરાતના બેટ્સમેન ઉર્વીલ પટેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

1 / 5
ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન ઉર્વીલ પટેલે 27 નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં રમાયેલી મેચમાં 28 બોલમાં સદી ફટકારીને નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે રિષભ પંતનો 32 બોલમાં ફટકારેલ T20 સદીનો રેકોર્ડ તોડ્યો. હવે અભિષેક શર્મા પણ તેનાથી આગળ નીકળી ગયો છે અને તેણે ઉર્વીલ પટેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અભિષેક શર્માની T20 કારકિર્દીની આ છઠ્ઠી સદી છે.

2 / 5
મેઘાલય તરફથી મળેલા 20 ઓવરમાં 143 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે અભિષેક શર્માએ 29 બોલમાં 106 રનની અણનમ ઈનિંગ રમી હતી. 365.52ના સ્ટ્રાઈક રેટ સાથે અભિષેક શર્માએ પોતાની ઈનિંગમાં 11 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન અભિષેકે 28માં બોલ પર પોતાની સદી પૂરી કરી હતી.

3 / 5
અભિષેક શર્માની તોફાની સદીની મદદથી પંજાબની ટીમે મેઘાલય સામેની મેચ 10 ઓવરમાં 7 વિકેટે જીતી લીધી હતી. પંજાબે 9.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા.

4 / 5
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા મેઘાલયે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. મેઘાલય તરફથી કોઈ બેટ્સમેને અડધી સદી પણ ફટકારી ન હતી, તેમની ટીમનો સર્વોચ્ચ સ્કોર 31 રન હતો. મેઘાલયના ટોચના 6 બેટ્સમેન બે આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યા. (All Photo Credit : X / INSTAGRAM)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">