Ranbir-Alia Wedding: રણબીર કપૂર અને આલિયાની મહેંદી પર જોવા મળ્યો સેલિબ્રિટીનો સ્વેગ, જુઓ તમારા મનપસંદ કલાકારોના લુક્સ
Ranbir Alia Wedding: રણબીર કપૂરની (Ranbir Kapoor) જાન આજે કૃષ્ણા રાજ હાઉસથી તેના બીજા ઘર વાસ્તુ પહોંચશે, જ્યાં ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, રણબીર-આલિયા લગ્ન પછી તેમના 15 માળના નવા ઘરમાં શિફ્ટ થશે. જો કે, તે બિલ્ડીંગ હવે નિર્માણાધીન છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. બંનેએ પોતાના લગ્નમાં પરિવાર અને નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું છે. રણબીરની માતા નીતુ કપૂર પ્રથમ વખત તેની પુત્રી રિદ્ધિમા અને પુત્રી સમાયરા સાથે સ્થળની બહાર જોવા મળી હતી.

આ બંને પછી કરિશ્મા કપૂર પીળા રંગની અનારકલીમાં જોવા મળી હતી. કરિશ્મા સાથે રણબીરની કાકીનો દીકરો આધાર જૈન પણ જોવા મળ્યો હતો. જોકે, તેના પગમાં ઈજાના કારણે તે કેઝ્યુઅલ કપડામાં જોવા મળ્યો હતો.

કરિશ્મા કપૂર બાદ તેની બહેન કરીના કપૂર પણ પરંપરાગત લહેંગામાં જોવા મળી હતી. કરીના ઘણા વર્ષોથી રણબીરના લગ્નને લઈને ઉત્સાહિત હતી. તેણે કોફી વિથ કરણમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન તેના મિત્ર અને બીજી પુત્રી શાહીન સાથે જોવા મળી હતી. તો દુલ્હનના પિતા મહેશ ભટ્ટ તેમની પુત્રી પૂજા ભટ્ટ સાથે બીજી કારમાં બેઠેલા જોવા મળ્યા હતા.

પરિવારની સાથે કરણ જોહર અને અયાન મુખર્જીને પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તમામ વિધિ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.