મલાઈકા અરોરાની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી, જુઓ એક્ટ્રેસનો સિઝલિંગ અવતાર
Malaika Arora Photos: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. મલાઈકા પોતાનો નવો શો લઈને આવી રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામ કરતા વધારે તેના પ્રેમ સંબંધને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. (Instagram: malaikaaroraofficial)

મલાઈકા હાલમાં તેના નવા શો મૂવિંગ વિથ મલાઈકાને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી તેના શોના પ્રમોશનમાં પણ ખૂબ વ્યસ્ત છે. (Instagram: malaikaaroraofficial)

આ દરમિયાન મલાઈકાએ તેનું નવું ફોટોશૂટ શેયર કર્યું છે. અભિનેત્રીનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. (Instagram: malaikaaroraofficial)

વાયરલ થઈ રહેલી તસવીરોમાં મલાઈકા સફેદ ડિઝાઈનનું ટોપ અને બ્લેક ફિટિંગ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. (Instagram: malaikaaroraofficial)

મલાઈકા અરોરાએ બોલ્ડ મેકઅપ અને પોની ટેલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. અભિનેત્રીની દરેક શૈલી તેના ચાહકોને હંમેશા પસંદ આવે છે. (Instagram: malaikaaroraofficial)