AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શેલા સ્કાય સિટીના સી બ્લોકમાં લાગી આગ, સિક્યોરીટીની સમયસુચકતાથી મોટી જાનહાનિ ટળી

Breaking News : શેલા સ્કાય સિટીના સી બ્લોકમાં લાગી આગ, સિક્યોરીટીની સમયસુચકતાથી મોટી જાનહાનિ ટળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 11:51 AM
Share

અમદવાદ શેહરમાં શેલાની સ્કાય સિટીમાં આવેલા રિવેરા ઈલાઇટ ફ્લેટ આગની ઝપેટમાં આવ્યા છે.સિક્યોરીટીની સમયસુચકતાથી ફ્લેટમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.મોટી જાનહાનિ ટળી છે.

અમદાવાદ શેહરમાં શેલાની સ્કાય સિટીમાં આવેલા રિવેરા ઈલાઇટ ફ્લેટમાં આગનો બનાવ સામે આવ્યો હતો.સી વિંગ ના ત્રીજા માળે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઇલેક્ટ્રિક લાઈન અને ગેસ લાઇન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા.ફાયરની ટીમ દ્વારા તમામ લોકોના રેસ્ક્યુ કરવાના આવ્યા છે. આસપાસના ફ્લેટમાં ધુમાડો દેખાતા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ

 

ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળ

શેલા સ્કાય સિટીના સી બ્લોકમાં લાગેલી આગના કારણે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે છે. સ્કાય સિટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
અમદવાદ શેહરમાં શેલાની સ્કાય સિટીમાં આવેલા રિવેરા ઈલાઇટ ફ્લેટના બીજો અને ત્રીજો માળ આગની ઝપેટમાં આવ્યો હતો. આગનો ધુમાડો ઉપરના માળ તરફ જતાં આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આસપાસના બ્લોકમાંથી સીનિયર સીટિઝન અને બાળકોને લઈ બહાર જતાં રહ્યા છે. હાલમાં કોઈ જાનહાનિના સામાચર સામે આવ્યા નથી.

સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઇલેક્ટ્રિક લાઈન અને ગેસ લાઇન તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. સિક્યોરીટીની સમયસુચકતાથી ફ્લેટમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Published on: Mar 26, 2026 11:48 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">