AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાનીએ શાંતિ મંત્રણા કરવા માટે ટ્રમ્પને બોલાવ્યા, વાયરલ વીડિયોએ માચવી ધૂમ, જુઓ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ઈરાની'ઓ સાથે વાત કરવાની વાત કરી, ત્યારે બોમન ઈરાનીએ આ નિવેદનને હાસ્યસ્પદ રીતે ફેરવીને “શાંતિ માટે ગેસ સિલેન્ડર લાવવાની” રજૂઆતકરી અને વાયરલ વીડિયો શેર કર્યો.

ઈરાનીએ શાંતિ મંત્રણા કરવા માટે ટ્રમ્પને બોલાવ્યા, વાયરલ વીડિયોએ માચવી ધૂમ, જુઓ
Video Of Boman Irani’s Hilarious Take on Trump’s Iran Comments Goes Viral with “Gas Cylinder for Peace” JokeImage Credit source: Social Media
| Updated on: Mar 26, 2026 | 11:56 AM
Share

સામાન્ય રીતે રાજકીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ગંભીર સ્વરોમાં ચર્ચાતા હોય છે, પરંતુ જવાબદારી સાથે હાજરજવાબી ક્યારેક લોકોનું ધ્યાન આકર્ષવામાં સહાયક બની શકે છે. જાણીતા અભિનેતા બોમન ઈરાનીએ તાજેતરમાં એક મજાકિય વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયો છે. આ વીડિયોમાં બોમન ઈરાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે સંભવિત વાતચીતના નિવેદન પર હલકો અને ચતુર જવાબ આપ્યો.

‘ઈરાની’નો સિલેન્ડર પર કટાક્ષ

ઈરાન સંઘર્ષને લઈને ટ્રમ્પે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઈરાન પર કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને આગામી પગલાં અંગે નિર્ણય વાતચીત બાદ લેવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનના જવાબમાં બોમન ઈરાનીએ તાજેતરમાં પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હાસ્યસભર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે “ઈરાની લોકો શાંતિચર્ચા માટે તૈયાર છે, પરંતુ જો ટ્રમ્પ શાંતિ માટે આવી રહ્યા હોય તો તેમને ગેસ સિલેન્ડર લાવવું પડશે!”. તેમના આ હાસ્યપ્રધાન અભિગમએ મુંબઇના દાદર પારસી કોલોનીમાં હાજર લોકો માટે કૉમેડી ભરી છબિ ઉભી કરી દીધી છે.

ટ્રમ્પને આપ્યું દાદર પારસી કોલોનીનું આમંત્રણ

વીડિયોમાં બોમન ઈરાનીએ જણાવ્યું કે, ઈરાની સમુદાયમાંથી ત્રણ મહત્વપૂર્ણ વ્યક્તિઓ- જેમાં સ્મૃતિ ઈરાની, અરુણા ઈરાની અને બોમન ઈરાનીનો સમાવેશ થાય છે. ઈરાની લોકો શાંતિ માટે ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે. જો કે, બોમાન સ્વયં વોશિંગ્ટન જવા માટે ઉત્સાહિત નથી. વધુમાં તેમણે ટ્રમ્પને મુંબઇની વિઝિટ કરવા આમંત્રણ આપ્યું અને સાથે મળી પરંપરાગત ઈરાની વ્યંજનો જેવા કે ધનસાક અને કસ્ટર્ડની મજા લેવા માટે પણ કહ્યું.

View this post on Instagram

A post shared by Boman Irani (@boman_irani)

સોશિયલ મીડિયા પર વીડિયોની ધૂમ

બોમન ઈરાનીએ પોતાના સેન્સ ઓફ હ્યૂમર દ્વારા ફેન્સને કૉમેડીનો અનુભવ કરાવ્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોયા પછી ઘણા યુઝર્સએ પ્રતિક્રિયા આપી અને માની લીધું કે વીડિયો બહુ મજેદાર છે. વિડિયો જડપથી લોકો શેર પણ કરી રહ્યા છે અને સાથે સાથે ફન્ની કોમ્મેંટ્સ પણ કરી રહ્યા છે.

આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે હાસ્ય અને રાજકીય મુદ્દાઓને મિશ્રિત કરીને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી શકાય છે. જ્યારે ગંભીર મુદ્દાઓ પર લોકોનું ધ્યાન ખેંચવું મુશ્કેલ હોય, ત્યારે હળવો ટોન અને મજાકિય અભિગમથી સંદેશ અસરકારક રીતે પહોંચાડી શકાય છે. આ વિડીયો માત્ર મજાક પૂરું કરતું નથી, પરંતુ પ્રેક્ષકોમાં વિશ્વ રાજકીય પરિસ્થિતિ વિશે જિજ્ઞાસા અને ચર્ચા પણ ઉત્પન્ન કરે છે.

Car Buying Tips: ઓટોમેટિક કે મેન્યુઅલ- કાર ખરીદતા પહેલા કન્ફ્યુઝન? જાણો તમારા માટે શું યોગ્ય છે

Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">