કુદરત માણવાની જગ્યાએ કરતૂત કરી.. સાપુતારામાં જોખમી કાર સ્ટંટ કરનારા યુવકો પોલીસ સકંજામાં, જુઓ Video
ડાંગના સાપુતારામાં યુવકો દ્વારા કરવામાં આવેલા જોખમી કાર સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. ખુલ્લી કારમાં જીવ જોખમમાં મૂકીને કરાયેલા આ સ્ટંટ અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.
ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં યુવકો દ્વારા જોખમી કાર સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ સ્ટંટ કરનારા યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગના સાપુતારામાં કેટલાક યુવકોએ ખુલ્લી કારમાં અત્યંત જોખમી રીતે સ્ટંટ કર્યા હતા, જેમાં તેઓએ પોતાના જીવને પણ જોખમમાં મૂક્યો હતો. આ યુવકોએ તમામ કાયદાઓ અને નિયમોનો ભંગ કરી કારને રિવર્સમાં ચલાવીને સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.
આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડાંગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સક્રિયતા દાખવી સ્ટંટબાજ યુવકોને શોધી કાઢ્યા અને તેમની અટકાયત કરી કડક કાર્યવાહી કરી. પોલીસે આ યુવકોને કાયદાનું મહત્વ સમજાવી ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવા માટે ચેતવણી આપી હતી. રાજ્યમાં અવારનવાર આવા જોખમી સ્ટંટના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે પોલીસની આ ઝડપી કાર્યવાહી અન્યો માટે પણ દાખલારૂપ બની રહેશે.
ગુજરાતના અનેક જિલ્લામાં 29-30 માર્ચે થશે માવઠું- હવામાન વિભાગની આગાહી
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

