Breaking News: ઉનાળામાં ચોમાસા જેવો માહોલ! ગુજરાતમાં આગામી 48 કલાકમાં ગરમી ઘટશે પણ માવઠાનું મોટું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે હવામાનમાં મોટા પલટાના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
બદલાશે મોસમનો મિજાજ ઉનાળામાં માવઠાનો માર સહન કરવા તૈયાર રહેજો, ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એકતરફ સૂર્યનારાયણ આકરા પાણીએ છે, તો બીજીતરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાવાની પૂરી શક્યતા છે.
ક્યારે અને ક્યાં આવશે વરસાદ?
હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે:
29 માર્ચ: કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની શક્યતા.
30 માર્ચ: પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાના એંધાણ.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર: અહીં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
ગરમીથી મળશે થોડી રાહત
વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી બપોરના સમયે પડતી અસહ્ય ગરમીમાં થોડી રાહત અનુભવાશે.
માછીમારો માટે ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા 29 માર્ચે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ કાપણી કરેલા પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સલાહ અપાઈ છે.
LIC પર ઇન્કમ ટેક્સ વિભાગની મોટી સ્ટ્રાઈક: ₹7100 કરોડનો ટેક્સ અને વ્યાજ ચૂકવવા ફટકાર્યો આદેશ; રોકાણકારોમાં ફફડાટ
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
SBI બેંકમાં લૂંટ બાદ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
