AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અરવિંદ કેજરીવાલે અમરેલીમાં સંબોધી જાહેરસભા, સરકાર બનશે તો મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા આપ્યું વચન

Breaking News : અરવિંદ કેજરીવાલે અમરેલીમાં સંબોધી જાહેરસભા, સરકાર બનશે તો મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા આપ્યું વચન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 9:16 AM
Share

અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરગઢ ગામના પાટીયા પાસે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અરવિંદ કેજરીવાલે, ઈકો સેન્સેટીવ ઝોન, માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન જેવા મુદ્દે ગુજરાત સરકાર પર પસ્તાળ પાડી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી.. ચિક્કાર જનમેદનીને સંબોધતા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ ભાજપ અને કોંગ્રેસને આડહાથ લીધી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો તો દરેક મહિલાના ખાતામાં દર મહિને રૂપિયા એક-એક હજાર જમા કરાવવામાં આવશે. જો કોઈ ઘરમાં એક દીકરી, એક વહુ અને એક સાસુ હોય તો તે ઘરમાં દર મહિને 3 હજાર રૂપિયા આપવામાં આવશે. આથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને સરકારી સહાય મેળવો.

સૌરાષ્ટ્રના રાજકારણનુ એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લામાં જાહેર સભા યોજીને આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરગઢ ગામના પાટીયા પાસે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અરવિંદ કેજરીવાલે, ઈકો સેન્સેટીવ ઝોન, માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન જેવા ખેડૂતોને લગતા મુદ્દાઓ અને સમસ્યાને વાચા આપીને, ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો તો દરેક મહિલાના ખાતામાં દર મહિને રૂપિયા એક-એક હજાર જમા કરાવવામાં આવશે. જો કોઈ ઘરમાં એક દીકરી, એક વહુ અને એક સાસુ હોય તો તે ઘરમાં દર મહિને 3 હજાર રૂપિયા આપવામાં આવશે. આથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને સરકારી સહાય મેળવો.

Breaking News: ઉનાળામાં ચોમાસા જેવો માહોલ! ગુજરાતમાં આગામી 48 કલાકમાં ગરમી ઘટશે પણ માવઠાનું મોટું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">