અભિનેત્રી સુષ્મિતા સેન છે કરોડો રૂપિયાની માલિક, મુંબઈમાં છે આલીશાન એપાર્ટમેન્ટ અને લગ્ઝરી ગાડીઓની છે શોખીન, જાણો કેટલી છે નેટવર્થ
જણાવી દઈએ કે સુષ્મિતા સેન પાસે લગભગ 74 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે તેની દીકરીઓ સાથે મુંબઈના વર્સોવામાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે.

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushmita Sen) હાલ ચર્ચામાં છે. ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને લલિત મોદી (Lalit Modi) હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી બિઝનેસ જગતમાં એક મોટું નામ છે તો ત્યાં સુષ્મિતા સેન પણ ઓછી નથી. આજે તમને સુષ્મિતા સેનની નેટવર્થ વિશે જણાવીશું.

સુષ્મિતા સેન કરોડોની સંપત્તિની માલિક છે. રિપોર્ટ્સ અનુસાર, સુષ્મિતા સેન વાર્ષિક 9 કરોડ રૂપિયા અને દર મહિને 60 લાખ રૂપિયા કમાય છે.

જણાવી દઈએ કે સુષ્મિતા સેન પાસે લગભગ 74 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે તેની દીકરીઓ સાથે મુંબઈના વર્સોવામાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે.

સુષ્મિતા સેન પાસે પણ અનેક લક્ઝુરિયસ વાહનો છે. અભિનેત્રી પાસે BMW 7 સિરીઝ 730 LD છે, જેની કિંમત 1.42 કરોડ રૂપિયા છે. તેની પાસે BMW X6 પણ છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેનની આવકનો એકમાત્ર સ્ત્રોત ફિલ્મો છે. તે એક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા લે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે રૂ. 1.5 કરોડ ચાર્જ કરે છે.