Sushmita Sen Birthday : 50 વર્ષની ઉંમરે પણ કુંવારી છે સુષ્મિતા સેન, 2 દીકરીની છે માતા, જુઓ ફોટો
Sushmita Sen Birthday Special : ફિલ્મી દુનિયામાં આવતા પહેલા દુનિયાભરમાં દેશનું નામ રોશન કરનારી ફેમસ અભિનેત્રી સુષ્મિતા સેન આજે 50 વર્ષની થઈ ચૂકી છે. તો ચાલો અભિનેત્રીના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

સુષ્મિતા સેન બોલિવુડ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. તેની ચર્ચા બોલિવુડમાં આવતા પહેલા જ થવા લાગી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાભરમાં પોતાનું નામ કમાયું છે. વર્ષ 1994માં તેમને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવામાં આવ્યો હતો. આ ખિતાબ જીતનારી પહેલી ભારતીય બની હતી.

મિસ યૂનિવર્સ બન્યા બાદ સુષ્મિતાએ ફિલ્મી દુનિયામાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. સુષ્મિતા સેન આજે 50 વર્ષની થઈ ચૂકી છે. અભિનેત્રીનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદમાં થયો હતો.

સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તેનું નામ 11 લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ તેમ છતાં 50 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. તેમ છતાં 2 દીકરીની માતા છે.

સુષ્મિતા સેનના અફેરનું લિસ્ટ ખુબ લાંબુ છે. સુષ્મિતા સેન 15 વર્ષના નાના રોહમન શોલને પણ ડેટ કરી રહી છે.

બ્રેકઅપ બાદ તેના સંબંધો આઈપીએલના ફાઉન્ડર લલિત મોદી સાથે ચાલી રહ્યા છે. બંન્નેના ફોટો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા.

એક સમયે સુષ્મિતા સેને લગ્ન કર્યા વગર 2 દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. પહેલા તેમણે વર્ષ 2000માં રેનીને દત્તક લીધી હતી. જ્યારે 10 વર્ષ બાદ 2010માં અભિનેત્રીએ નાની દીકરી અલીશાને દત્તક લીધી હતી.
50 વર્ષની ઉંમરે કુંવારી પરંતુ 2 દીકરીની માતા છે અભિનેત્રી, 18 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બની હતી આવો છે પરિવાર અહી ક્લિક કરો
