સુષ્મિતા સેન
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે એક ઈન્ડિયન એક્ટ્રેસ અને મેડલ રહી ચૂકી છે. તે અત્યારે મુંબઈમાં રહે છે. તેણે વર્ષ 1994માં મિસ ઈન્ડિયા તેમજ મિસ યુનિવર્સનો એવોર્ડ જીત્યો હતો. મિસ ઈન્ડિયા સ્પર્ધામાં તેણે એશ્વર્યા રાયને હરાવી હતી.
2022માં લલિત મોદી સાથે તેના અફેરની ચર્ચાએ જોર પક્ડયું હતું. સુષ્મિતા સેન એક એન્ટરપ્રેન્યોર પણ છે. તે દુબઈમાં એક જ્વેલરી સ્ટોર પણ ચલાવે છે. તેણે દત્તક લીધેલી પુત્રી રેનીના નામ પર તેને Renee Jwellery નામ રાખ્યું છે. આ સિવાય તે તંત્રા એન્ટરટેઈનમેન્ટ નામની પ્રોડક્શન કંપની પણ ચલાવે છે.
તેણે વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં પગ મુક્યો હતો. તે મુવી વર્ષ 1996માં રિલીઝ થઈ હતી. પરંતુ તેણે ઓળખ બીવી નંબર-1 થી મળી હતી. તેને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. તેણે વચ્ચે 10 વર્ષનો બ્રેક લઈ લીધો હતો. વર્ષ 2010માં તે દુલ્હા મિલ ગયામાં ફરી જોવા મળી હતી. વર્ષ 2020માં સુષ્મિતા સેન વેબ સિરીઝ ‘આર્યા’થી પાછી ફરી હતી. તેણે આર્યાની બધી સિઝનમાં લીડ ભૂમિકા નિભાવી છે.
Sushmita Sen Birthday : 50 વર્ષની ઉંમરે પણ કુંવારી છે સુષ્મિતા સેન, 2 દીકરીની છે માતા, જુઓ ફોટો
Sushmita Sen Birthday Special : ફિલ્મી દુનિયામાં આવતા પહેલા દુનિયાભરમાં દેશનું નામ રોશન કરનારી ફેમસ અભિનેત્રી સુષ્મિતા સેન આજે 50 વર્ષની થઈ ચૂકી છે. તો ચાલો અભિનેત્રીના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Nov 19, 2025
- 11:53 am