એક વર્ષ મોટી અભિનેત્રી સાથે ઝહીર ઈકબાલે કર્યા લગ્ન, આવો છે શત્રુઘ્ન સિંહાના જમાઈનો પરિવાર
બોલિવુડ અભિનેતા શત્રુધ્ન સિંહની લાડલી દિકરી સોનાક્ષી સિંહા ટુંક સમયમાં ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કોણ છે ઝહીર ઈકબાલ તેમજ તેના પરિવાર વિશે જાણીએ.

ઝહીર ઈકબાલ બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. મુંબઈના બેસ્ટિન રેસ્ટોરન્ટમાં એક ભવ્ય લગ્ન સમારોહ યોજાશે, જેમાં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ હાજરી આપશે.

ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર 1988ના રોજ મુંબઈમાં થયો છે. ઝહીરના પિતાનું નામ ઈકબાલ રતનસી છે. તે એક જ્વેલરી બિઝનેસમેન છે, તેમજ બોલિવુડ સ્ટાર સલમાન ખાનનો મિત્ર પણ છે.

તેમણે મુંબઈની સ્કૉટિશ શાળામાંથી અભ્યાસ કર્યો છે. તેના પરિવારની વાત કરીએ તો ઝહીર તો તે 3 ભાઈ બહેન છે. તેની બહેનનું નામ સનમ તેમજ ભાઈનું નામ મોહમ્મદ છે.

સલમાન ખાને ઝહીર ઈકબાલને બોલિવુડમાં એન્ટ્રી કરાવી હતી. વર્ષ 2019માં નોટબુકથી ડેબ્યુ કર્યું હતુ. 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. તો આજે આપણે ઝહીર ઈકબાલના પરિવાર વિશે વાત કરીએ.

ઝહીર ઈકબાલના બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે લગ્નની ચર્ચાઓ થઈ રહી છે, તમને જણાવી દઈએ કે, તે ઉંમરમાં સોનાક્ષી સિંહાથી એક વર્ષ નાનો છો.બંન્ને સ્ટાર સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટો પણ પોસ્ટ કરતા રહે છે પરંતુ લગ્નને લઈ બંન્નેમાંથી કોઈ પણે ખુલીને વાત કરી નથી.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની પહેલી મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. બંન્ને પહેલા સારા મિત્રો બન્યા ત્યારબાદ આ મિત્રતા પ્રેમમાં બદલાય હતી. આટલું જ નહિ આ સ્ટાર કપલે બોલિવુડની એક ફિલ્મ ડબલ એક્સલમાં કામ પણ કર્યું છે.

બોલિવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા હંમેશા ઈકબાલ સાથે જોવા મળતી હોય છે. બંન્ને પાર્ટી હોય કે ઈવેન્ટ સાથે જોવા મળી ચુક્યા છે.

સોનાક્ષી સિંહા સાથે રિલેશનશિપ પહેલા ઝહીરનું નામ 2014માં આવેલી ફિલ્મની દીક્ષા સેઠ સાથે જોડાયું હતુ. ત્યારબાદ ઝહીરનું નામ સના સયદ સાથે જોડાયું હતુ. સના ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળી ચુકી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે બંનેએ આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 37 વર્ષની સોનાક્ષી સિન્હા 35 વર્ષના ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે. તેમના લગ્નના સમાચારથી અભિનેત્રીના ચાહકો ખુબ જ ખુશ છે.

બંન્ને સ્ટાર બોલિવુડમાં સાથે કામ કર્યા બાદ લગ્ન કરી રહ્યા છે. જેને લઈ ચાહકો ખુશ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને સ્ટાર પહેલા કોર્ટ મેરેજ કરશે.

એક્ટ્રે્સ સોનાક્ષી સિંહા અભિનેતા શત્રુઘ્ન સિંહા અને અભિનેત્રી પૂનમ સિંહાની પુત્રી છે. સોનાક્ષીને બે ભાઈઓ છે લવ સિંહા અને કુશ સિંહા. શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના ત્રણેય બાળકોમાં સોનાક્ષી સૌથી નાની છે.
