AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી ! જુઓ LIVE Video

Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી ! જુઓ LIVE Video

| Updated on: Jan 20, 2026 | 11:40 AM
Share

અમરેલીના નાનીધારી ગામમાં મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યો દીપડો..દીપડો ઘરમાં ઘૂસતા મચ્યો અફરાતફરીનો માહોલ..પરિવારે સતર્કતા દાખવતા દરવાજો બંધ કરી દીપડાને ઘરમાં પૂર્યો..સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી જાણ..દીપડાને પકડવા મેગા ઑપરેશન હાથ ધરાયું..દોઢ કલાકની જહેમત બાદ આખરે દીપડાનું કરાયું રેસ્ક્યૂ.

અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે રહેણાક વિસ્તારોમાં સિંહ અને દીપડાના આંટાફેરા જોવા મળતા હોય એવી અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જો કે તાજેતરમાં અમરેલી જિલ્લાના એક ગામમાં રહેણાંક મકાનમાં એક દીરડો ઘુસી ગયો હોવાની ઘટના સામે આવી છે. દીપડો ઘરમાં ઘુસી જતા ઘરના લોકો ગભરાઇ ગયા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

અમરેલી જિલ્લાના નાનીધારી ગામમાં મોડી રાત્રે એક દીપડો પ્રતાપ માંજરિયાના ઘરમાં ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ગત રાત્રિ દરમિયાન બની હતી. દીપડો ઘરમાં પ્રવેશતા જ પરિવારના સભ્યોએ સતર્કતા દાખવી હતી. તેમણે તુરંત જ રૂમનો દરવાજો બંધ કરી દીપડાને ઘરની અંદર જ પૂરી દીધો, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થતી અટકી હતી.

આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ખાંભા વન વિભાગના આર.એફ.ઓ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે એક મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ દોઢ કલાક (લગભગ 90 મિનિટ)ની સઘન જહેમત બાદ વન વિભાગની ટીમે દીપડાને ટ્રેન્કવીલાઈઝર વડે બેહોશ કરીને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો. દીપડો પાંજરે પુરાતા જ નાનીધારી ગામના લોકો અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">