બ્યુટી ક્વીન Manushi Chillarએ બ્લેક ટોપમાં કરાવ્યું ફોટો શુટ, ચાહકો કરી રહ્યા છે ખુબજ પ્રશંસા
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chillar) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ભલે તે હજી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લાઈમ લાઈટથી દૂર હોય. પરંતુ તેમની આશ્ચર્યજનક ફેશન સેન્સ ઘણીવાર ચાહકોને પ્રભાવિત કરે છે.

મિસ વર્લ્ડ રહી ચૂકેલી માનુષી છિલ્લર (Manushi Chillar) પોતાની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. માનુષીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બ્રાલેટ ટોપ અને સ્કર્ટ પહેરેલી કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં માનુષી બોલ્ડ અને અદભૂત લાગી રહી છે.

માનુષીએ તેમના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે. તેમણે બ્લેક બ્રાલેટ ટોપને શિમરી સિક્વેન્સ સ્કર્ટ સાથે પેયર અપ કર્યું હતું. આ સ્કર્ટમાં હાઈ સ્લિટ ડિઝાઈન આપવામાં આવી છે જે તેમના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

માનુષી આ ડ્રેસમાં તેમની ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આ બ્યુટી ક્વીન પોતાના ડ્રેસ સાથે સોનાની બુટ્ટીઓ અને મેચિંગ રિંગ્સ કૈરી કર્યું છે. તેમણે એકથી એક ખુબસુરત પોઝ આપ્યા છે.

માનુષીના મેકઅપની વાત કરીએ તો ડબલ વિન્ગ્ડ આઈલાઈનર, સ્મોકી આઈશેડો, ન્યૂડ લિપ શેડ, બ્લશ્ડ ચિક્સ, મસ્કારા, આઈલેશેઝ અને હાઈલાઈટરનો ઉપયોગ કરીને વાળને વેવી લુક આપ્યો છે.

બીજી બાજુ વર્કફ્રન્ટની વાત કરીએ તો માનુષી ટૂંક સમયમાં પૃથ્વીરાજમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બનશે.