Happy Birthday Sunny Leone: સની લિયોન એક સમયે નર્સ બનવા માંગતી હતી, પછી બોલીવુડ અભિનેત્રી બની અને ઈન્ડસ્ટ્રી પર જમાવી દીધો દબદબો
Happy Birthday Sunny Leone: સની લિયોન ટૂંક સમયમાં અનુરાગ કશ્યપની ફિલ્મ કેનેડી સાથે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક કાન્સમાં હાજરી આપશે. આ પહેલીવાર હશે જ્યારે અભિનેત્રી સની કાન્સના રેડ કાર્પેટ પર ચાલશે.

બોલિવૂડમાં આવવું એ દરેક એક્ટિંગ પ્રેમીનું મોટું સપનું હોય છે. કેટલાક પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લે છે તો કેટલાક પોતાના લુકથી દિવાના બનાવી દે છે. આજે અમે એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના બોલ્ડ એક્ટથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન વિશે, જે આજે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તો ચાલો જાણીએ આ ખાસ અવસર પર અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

સની લિયોનનો જન્મ 13 મે 1981ના રોજ તિબેટમાં થયો હતો. તેના પિતા પંજાબી શીખ છે અને માતા હિમાચલ પ્રદેશના સિરમૌરની છે. માતા-પિતાએ સનીનું નામ કરનજીત કૌર વોહરા રાખ્યું હતું. પોર્ન સ્ટારથી બોલિવૂડ એક્ટર સુધીની સફરમાં સનીએ ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમય હતો જ્યારે લોકો સનીને માત્ર એડલ્ટ ફિલ્મોના સ્ટાર તરીકે જ જાણતા અને જોતા હતા, પરંતુ શું તમે જાણો છો કે સની ક્યારેય એક્ટિંગની દુનિયામાં આવવા માંગતી ન હતી, તો ચાલો જાણીએ કેમ.

તેના નર્સ બનવાના સપનાને પાંખો આપવા માટે સનીએ પિડિયાટ્રિક નર્સિંગનો કોર્સ પણ કર્યો. કોર્સ દરમિયાન એક યુવતીએ સનીને મોડલિંગ કરવાની સલાહ આપી હતી. આ દરમિયાન તેનો મિત્ર તેને લેન્સ મેગેઝીનના ફોટોગ્રાફર સાથે મુલાકાત પણ કરાવી હતી. આ મુલાકાત પછી જ કરનજીત માટે સની લિયોન અને પોર્ન સ્ટાર બનવાનો પાયો નાખવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2003માં સનીને અમેરિકન પોર્ન ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રોડક્શન હાઉસ વિવિડ એન્ટરટેઈનમેન્ટ સાથે કામ કરવાનું મળ્યું હતું. આ સાથે તેણે એડલ્ટ ફિલ્મોની દુનિયામાં જોરદાર એન્ટ્રી લીધી. સની લિયોન 35 પોર્ન ફિલ્મોમાં હિરોઈન બની હતી. તેણે આવી 25 ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. સનીએ હવે પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે, પરંતુ તે ઈન્ડસ્ટ્રીમાં દસ વર્ષ વિતાવ્યાનો તેને અફસોસ નથી.

સનીનું બાળપણ કેનેડામાં વીત્યું હતું, જ્યારે અભિનેત્રી 13 વર્ષની હતી ત્યારે તેનો આખો પરિવાર કેનેડાથી અમેરિકાના કેલિફોર્નિયામાં રહેવા ગયો હતો. સનીએ પણ અહીંથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. આ દેશમાં તેણે પોર્ન સ્ટારનું કરિયર પણ પસંદ કર્યું, પરંતુ તમને જણાવી દઈએ કે સની હંમેશાથી નર્સ બનવા માંગતી હતી. તે ડોક્ટરો કરતાં નર્સોના કામથી વધુ પ્રભાવિત હતી.