ભારતનું જ નહીં પણ દુનિયાનું સૌથી સસ્તું ફળ છે આ ! આના વિના દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે
આજ સુધીમાં આપણે ઘણા પ્રકારના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળો ખાધા હશે. ફળોમાં વિટામિન, ખનિજો, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ હોય છે, જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ડોકટરોનું માનવું છે કે, સારું સ્વાસ્થ્ય જાળવવા માટે દરરોજ ફળો ખાવા જોઈએ. ફળોથી યાદ આવ્યું કે, શું તમને ખબર છે વિશ્વનું સૌથી સસ્તું ફળ કયું છે? તો ચાલો જાણીએ કે, વિશ્વનું સૌથી સસ્તું ફળ કયું છે કે જે તમને દરેક જગ્યાએ મળી આવે છે.

વાસ્તવમાં દુનિયાનું સૌથી સસ્તું ફળ કેળું છે, જે દરેક જગ્યાએ મળી આવે છે. કેળાંની ખેતી ખૂબ જ સરળતાથી થાય છે તેથી તેને વિશ્વનું સૌથી સસ્તું ફળ ગણવામાં આવ્યું છે. પોષક ગુણોથી ભરપૂર આ ફળ વિટામિન, ખનિજ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. તેને ખાવાના ઘણા ફાયદા છે.

જો તમે દરરોજ સવારે ખાલી પેટે બે કેળા ખાઓ છો, તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે ખાલી પેટ કેળા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે.

કેળું ખાવાથી હૃદયરોગની સમસ્યા દૂર થાય છે. આ સિવાય વજન વધારવા માટે તો કેળાને રામબાણ માનવામાં આવે છે. બીજું કે, બીપીની સમસ્યાથી હેરાન થતાં લોકોએ કેળું ખાવું જોઈએ.

જ્યોતિષ મહત્વ: જ્યોતિષ શાસ્ત્રમાં કેળાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે કેળા ચઢાવીએ છીએ. આનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. કેળા વિના કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે.

ભારતમાં 924.14 હેક્ટરમાં કેળાની ખેતી થાય છે, જેનાથી 33,61,000 ટન જેટલું ઉત્પાદન થાય છે. મોટાભાગના કેળાની ખેતી બિહારમાં થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં પણ કેળાનું મુખ્ય ઉત્પાદન થાય છે.
(Disclaimer: આ માહિતી પબ્લિક ડોમેનમાં મળી આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. TV9 Gujarati આની કોઈ ખાતરી આપતું નથી.)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

































































