Business Idea: ₹15,000નું સ્માર્ટ રોકાણ કરો અને કમાઓ મહિને ₹60,000
આજકાલ સ્વસ્થ જીવનશૈલી તરફ લોકો ખૂબ જ ધ્યાન આપે છે. એવામાં તમે "તાજા મોસમી ફળો"નો બિઝનેસ શરૂ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો. આ બિઝનેસમાં મૂડીરોકાણ ખૂબ જ ઓછું હોય છે.

આ બિઝનેસ તમે ઓછી મૂડીમાં શરૂ કરી શકો છો અને રોજની રોકડ આવક આરામથી મેળવી શકો છો. આમ જોવા જઈએ તો, "સીઝનલ ફ્રુટ કાર્ટ" એક નાનો વ્યવસાય છે પણ તેમાં કમાણી તગડી છે.

શરુઆતમાં તમારે માત્ર ₹15,000 થી ₹20,000 જેટલું રોકાણ કરવાનું રહેશે. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે એક મજબૂત કાર્ટ (ફળ વેચવાની લારી/ગાડી), ડિજિટલ કાંટો, પેકિંગ માટે કાગળ અથવા ફૂડ-ગ્રેડ પ્લાસ્ટિકની થેલી લાવવાની રહેશે.

બજારમાંથી સીઝનલ ફળો જેમ કે કેરી, દ્રાક્ષ, જાંબુ, તરબૂચ, પપૈયું, સફરજન વગેરે વાજબી ભાવે ખરીદો. જો તમે કાપેલા ફળો વેચવાનો પ્લાન કરો છો, તો તમારે FSSAI ફૂડ લાયસન્સ અને નગરપાલિકા પાસેથી સ્ટ્રીટ વેન્ડર લાયસન્સ મેળવવાનું રહેશે.

આ વ્યવસાયમાં રોજનું વેચાણ સરેરાશ ₹1,500 થી ₹3,000 થઈ શકે છે અને તેમાંથી 30% થી 50% સુધી નફો મળતો હોય છે. તમે કાર્ટને આકર્ષક બનાવો, રંગબેરંગી ફોટા, ડિઝાઇન અને ફળોનું એક સરસ ડિસ્પ્લે રાખો.

માર્કેટિંગ માટે તમે WhatsApp અને Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ સાથે જ પેમ્પલેટ વિતરણ અને ઘેર-ઘેર ફળ પહોંચાડવાની સેવા શરૂ કરીને પણ બિઝનેસ આગળ વધારી શકો છો.

ફ્રુટ કાર્ટ બિઝનેસ ઓછા રોકાણમાં વધુ આવક આપી શકે છે. ખાસ કરીને એવા લોકો માટે કે, જેઓ નાના પાયે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
