Income Tax Budget 2024 : બજેટમાં નોકરિયાત લોકો માટે કરવામાં આવી જાહેરાત, 7 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં
Income Tax Budget 2024 Latest News Updates : બજેટમાં નોકરિયાત લોકો માટે જાહેરાત કરવામાં આવી છે જે મૂજબ 7 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ લાગશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પહેલા ઈન્કમ ટેક્સ રિફંડ માટે 93 દિવસનો સમય લાગતો હતો તે હવે માત્ર 10 દિવસ થયો છે.

સામાન્ય ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મધ્યમ વર્ગ અને નોકરિયાત લોકોને રાહત મળવાની મોટી આશા હતી. તેથી સરકાર આ ચૂંટણી બજેટમાં બંને માટે ચોક્કસપણે કંઈક લાવશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને પીએમ નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે આ બજેટમાં કોઈ નીતિગત નિર્ણય લેવામાં આવશે નહીં. પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી નોકરિયાત અને મધ્યમ વર્ગને રાહત મળી શકે.

બજેટમાં નોકરિયાત લોકો માટે જાહેરાત કરવામાં આવી છે જે મૂજબ 7 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ લાગશે નહીં.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પહેલા ઈન્કમ ટેક્સ રિફંડ માટે 93 દિવસનો સમય લાગતો હતો તે હવે માત્ર 10 દિવસ થયો છે.

આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં પણ કોઈ બદલાવ કર્યો નથી.
