AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગરની જેલમાં મોત, સ્મશાનમાં વિરોધ! પથુભા ગોહિલ કેસમાં ક્ષત્રિય સમાજનો હલ્લાબોલ,જુઓ Video

Breaking News : ભાવનગરની જેલમાં મોત, સ્મશાનમાં વિરોધ! પથુભા ગોહિલ કેસમાં ક્ષત્રિય સમાજનો હલ્લાબોલ,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2026 | 12:44 PM
Share

ભાવનગરના ઉમરાળા તાલુકાના પીપરાળી ગામના પથુભા ગોહિલના જેલમાં થયેલા મોતનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. ઘટનાના ચોથા દિવસે પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, પરિવાર અને ક્ષત્રિય સમાજ દ્વારા ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

ભાવનગરના ઉમરાળા તાલુકાના પીપરાળી ગામના પથુભા ગોહિલના જેલમાં થયેલા મોતનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. ઘટનાના ચોથા દિવસે પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, પરિવાર અને ક્ષત્રિય સમાજ દ્વારા ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

પીપરાળી ગામના સ્મશાનમાં ઠાઠડી સળગાવી પરિવારજનોએ પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. પથુભાના મોતની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના અથવા સિટિંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. પરિવારનો સવાલ છે કે ભાવનગરનું વહીવટી તંત્ર આખરે કોના ઈશારે કામ કરી રહ્યું છે?

રાજકીય કિન્નાખોરીથી ફસાવ્યાનો પરિવારનો આક્ષેપ

ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે પથુભા ગોહિલને રાજકીય કિન્નાખોરીના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2024માં લેન્ડ ગ્રેબિંગ અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ પથુભા સહિત છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી તેઓ જેલમાં હતા.

પરિવારજનોનો દાવો છે કે પથુભાને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા હતા. પથુભાની દીકરીએ પણ પિતાને ન્યાય અપાવવાની માગ સાથે નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ, પિતા પર દબાણ લાવી બળજબરીથી સહીઓ કરાવવામાં આવી હતી.

₹1.85 કરોડની ખંડણીના આક્ષેપ, તપાસની માગ

પરિવારજનોએ વલ્લભ વિરડીયા અને વિશાલ ધામેલીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બંને શખ્સોએ પથુભાને ત્રાસ આપ્યો હોવાનો અને ₹1.85 કરોડની ખંડણી માગવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. આ મામલે બોરતળાવ પોલીસમાં અરજી કરીને તપાસની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ જ કેસના અન્ય આરોપી સત્તુભા સરવૈયાનું પણ અગાઉ જેલમાં મોત થયું હતું. હવે પથુભા ગોહિલના મોતને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પરિવારની માગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. જો ન્યાય નહીં મળે અને ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : બે દિવસની તેજી બાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતો પાણીના ભાવે વેચવા લાચાર- Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">