AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ! એર ટેન્ક પાસે પિન નાખવા જતાં લોખંડની એંગલમાં ફસાયું હતું ગળું

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ! એર ટેન્ક પાસે પિન નાખવા જતાં લોખંડની એંગલમાં ફસાયું હતું ગળું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2026 | 8:13 PM
Share

મુંબઈથી પ્રવાસીઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી 7 પૈકીની એક બસના ડ્રાઇવરનું ગળું એર ટેન્ક પાસે પિન નાખતી વખતે લોખંડની એંગલમાં ફસાઈ ગયું હતું. ક્રેનથી બસ ઊંચકવાનો પ્રયાસ નિષ્ફળ જતાં અંતે ફાયરબ્રિગેડ અને 108ની ટીમે હેવી કટરથી એંગલ કાપી ડ્રાઇવરનો જીવ બચાવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરીને જીવ બચાવવામાં આવ્યો છે. મુંબઈથી પ્રવાસીઓને લઈને આવેલી 7 બસોના કાફલામાંથી એક બસના ડ્રાઇવર એર ટેન્ક પાસે પિન નાખવા જતાં તેમનું ગળું બસની લોખંડની એંગલમાં અકસ્માતે ફસાઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દોડી આવ્યું હતું. શરૂઆતમાં ક્રેનની મદદથી બસને ઊંચકીને ડ્રાઇવરને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. અંતે ફાયરબ્રિગેડ અને 108ની ટીમે ભારે જહેમત બાદ હેવી કટર વડે લોખંડની એંગલ કાપી ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Breaking : ATS દ્વારા પકડાયેલા આતંકી મામલે મોટો ખુલાસો, વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા પાકિસ્તાન મોકલ્યા હતા, આસામના ઘરેથી જેહાદી સાહિત્ય અને ઝંડો જપ્ત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">