AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવા બાબતે જુનિયર્સને હેરાન કર્યા

Breaking News : વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવા બાબતે જુનિયર્સને હેરાન કર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2026 | 11:50 AM
Share

બીજા વર્ષમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. આરોપ મુજબ, હોસ્ટેલમાં ફટાકડા કોણે ફોડ્યા હતા તે કબૂલ કરાવવા માટે જુનિયર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

વડોદરાની GMERS ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો છે. કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને કથિત રીતે ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ બાદ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટીની બેઠક યોજાઈ હતી. રેગિંગનો ભોગ બનેલા એક વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પણ વિગતો સામે આવી છે.

ફટાકડા ફોડવાની ઘટનાને લઈને જુનિયરને ત્રાસ આપ્યાનો આરોપ

મળતી માહિતી મુજબ, 2 દિવસ પહેલાં કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ જુનિયર વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડવાની ના પાડતાં સિનિયર વિદ્યાર્થીઓએ તેમની સાથે રેગિંગ કર્યું હોવાનો આરોપ છે.

બીજા વર્ષમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. આરોપ મુજબ, હોસ્ટેલમાં ફટાકડા કોણે ફોડ્યા હતા તે કબૂલ કરાવવા માટે જુનિયર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

3 વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશનમાં કરી ફરિયાદ

રેગિંગનો ભોગ બનેલા 3 વિદ્યાર્થીઓએ આ મામલે નેશનલ મેડિકલ કમિશન (NMC)માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

સિનિયર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની માગ

આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરનારા સિનિયર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ડીનની અધ્યક્ષતામાં મળેલી તપાસ કમિટીની બેઠકમાં સમગ્ર ઘટનાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી ગંભીર ઘટના અને વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસની વિગતો સામે આવતાં શિક્ષણ જગતમાં ચિંતા જોવા મળી રહી છે. હવે તપાસ કમિટી આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

Gujarat Terror Threat : ત્રણ વર્ષમાં 29 આતંકી ઝડપાયા, ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">