AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 ગ્રામ ‘સોનું’ 2.38 લાખને પાર જશે? આ એક ભવિષ્યવાણીએ રોકાણકારોની ઊંઘ ઉડાડી, બજારમાં માહોલ ગરમ

શું ખરેખર 10 ગ્રામ સોનાનો ભાવ 2.38 લાખ રૂપિયા સુધી પહોંચશે? હાલમાં બજારમાં સોનાની ચમક થોડી ફિક્કી પડી છે પરંતુ એક ચોંકાવનારી ભવિષ્યવાણીએ રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે. એક્સપર્ટ્સના મતે આગામી 6 મહિનામાં 10 ગ્રામ સોનાનો ભાવ 2.38 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

| Updated on: Nov 27, 2026 | 5:07 PM
Share
આર્થિક અનિશ્ચિતતાના સમયે સેફ હેવન કહેવાતા સોનાના ભાવમાં હાલના સમયમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ આગામી 6 મહિનાની અંદર 8,000 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ હાઈ સુધી પહોંચી શકે છે. રૂપિયામાં જોઈએ તો, 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 2.38 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

1 / 7
આ ચોંકાવનારું અનુમાન જાણીતા ઈકોનોમિસ્ટ અને ફાઈનાન્સિયલ એનાલિસ્ટ એલેસ્ટેર મેકલિયોડે વ્યક્ત કર્યું છે. હાલમાં બુલિયનવોલ્ટ (BullionVault)ના આંકડાઓ મુજબ, સોનું 3,580.57 ડોલર પ્રતિ ઔંસની આસપાસ કારોબાર કરી રહ્યું છે.

2 / 7
MINING.COM ના પ્રોગ્રામ 'ટોપ ઓફ માઈન' માં હોસ્ટ દેવન મુરુગન સાથે વાતચીત કરતાં મેકલિયોડે માર્કેટના એક મોટા ભ્રમને તોડ્યો છે. સામાન્ય રીતે જ્યારે સોનાના ભાવ વધે છે, ત્યારે લોકો માને છે કે ધાતુની કિંમત વધી ગઈ છે. એવામાં મેકલિયોડનું કહેવું છે કે, આ તેજી સોનાની અસલી કિંમત વધવા કરતાં વધુ અમેરિકી ડોલરની નબળાઈ દર્શાવે છે.

3 / 7
મેકલિયોડના મુજબ, મોટાભાગના રોકાણકારો આ મૂળભૂત વાતને નજરઅંદાજ કરે છે. કોઈ કરન્સીની ખરીદશક્તિ જ્યારે ઘટે છે, ત્યારે સોનું પોતાને સુરક્ષિત રાખવાનું સૌથી વિશ્વસનીય માધ્યમ બનીને ઉભરે છે.

4 / 7
બજારમાં અત્યાર સુધી એવું જ માનવામાં આવતું રહ્યું છે કે, જ્યારે અમેરિકાની સેન્ટ્રલ બેંક વ્યાજ દરો વધારે છે, ત્યારે સોનાની ચમક ફિક્કી પડી જાય છે. તેનું કારણ એ છે કે, સોના પર કોઈ વ્યાજ કે યીલ્ડ મળતું નથી. આના કારણે રોકાણકારો વ્યાજ આપતી સ્કીમ્સ તરફ પોતાનું વલણ અપનાવે છે. મેકલિયોડે આ પરંપરાગત વિચારસરણીની ટીકા કરી છે. તેમનું માનવું છે કે, ફેડરલ રિઝર્વના આગામી સંભવિત વ્યાજ દર વધારાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા રોકાણકારોનું ધ્યાન અમેરિકી કરન્સી પર મંડરાઈ રહેલા મોટા જોખમોથી ભટકાવી રહી છે. સોનાને માત્ર વ્યાજ દરોના ત્રાજવે તોલવું એ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

5 / 7
મેકલિયોડે અમેરિકી નાણાકીય વ્યવસ્થામાં વધી રહેલા જોખમો અંગે પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકી રોકાણકારો પાસે સોનાનો ભંડાર ઘણો ઓછો છે, જ્યારે ત્યાંનું શેરબજાર એક ગંભીર મંદીના દોર તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. જો બજારમાં Cashની તંગી સર્જાય, તો રોકાણકારો પૈસા ઊભા કરવા માટે દરેક પ્રકારના એસેટ્સ વેચવા માટે મજબૂર થઈ શકે છે. મેકલિયોડે રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અસલી ખતરો સોનામાં નહીં પરંતુ ક્રેડિટ માર્કેટમાં છે. તેથી, દેવા આધારિત રોકાણોથી દૂર રહીને ભૌતિક સોનું તમારી પાસે રાખવું એ એક સુરક્ષિત વિકલ્પ બની શકે છે.

6 / 7
ઉલ્લેખનીય છે કે, આ મહિને ફેડરલ રિઝર્વ એક ચાર રસ્તે ઊભું જોવા મળી શકે છે. મેકલિયોડ મુજબ, બેંકને એ નક્કી કરવું પડશે કે તે અમેરિકી ડોલરને ટેકો આપે કે પછી લથડતા નાણાકીય બજારોને બચાવે? જો બજાર પર દબાણ વધે, તો અર્થતંત્રને સંભાળવા માટે બેંકને રોકડ ઠાલવવી પડશે અને નિયમોમાં છૂટછાટ આપવી પડશે. આવા પગલાંથી ભલે બજારને તાત્કાલિક રાહત મળી જાય પરંતુ તેનાથી ડોલર પર લોકોનો વિશ્વાસ નબળો પડશે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજારમાં આવશે ‘તેજીનું તોફાન’! અમેરિકી રિપોર્ટમાં થયો ‘મોટો ખુલાસો’, Nifty બનાવશે ‘નવો રેકોર્ડ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">