કાર પર વારંવાર ધૂળ જામે છે? આ 7 સરળ ટિપ્સ અપનાવો
આપણા દેશમાં અત્યારે દરેક જગ્યાએ રસ્તાઓ, બિલ્ડિંગો અને ગટરના બાંધકામને કારણે રસ્તાઓ તેમજ આસપાસના વિસ્તારોમાં ધૂળ ઊડવાની સમસ્યા વધી રહી છે. આ સમસ્યાથી કાર માલિકો પણ ખૂબ પરેશાન છે. કારણ કે દરરોજ કારની સફાઈ કર્યા પછી પણ તેના પર ધૂળનું સ્તર જામી જાય છે.

કાર પર રોજિંદી હળવી ધૂળ સાફ કરવા માટે સૂકા ટુવાલ કે જૂના કપડાના બદલે માઇક્રોફાઇબર કપડા અથવા વેક્સ-ટ્રીટેડ ડસ્ટરનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. આ ડસ્ટર ધૂળના કણોને કારના પેઇન્ટ પર ઘસવાને બદલે પોતાના રેસામાં સમાવી લે છે. જેથી કારના પેઇન્ટ પર સ્ક્રેચ પડવાની શક્યતા ઘટે છે. (Image Source | iStock)

કારની સફાઈ કરતી વખતે હંમેશાં છતથી શરૂઆત કરીને નીચેની તરફ સીધા સ્ટ્રોકમાં ડસ્ટર ફેરવો. દર થોડા પેનલની સફાઈ કર્યા પછી ડસ્ટરને ખંખેરીને સાફ કરતા રહો. ખાસ ધ્યાન રાખો કે જો કાર પર કાદવ કે ભારે ગંદકી જામી હોય તો સીધો ડસ્ટર ન ફેરવો. તેના બદલે પહેલાં પાણીથી કારને સારી રીતે ધોઈ લો. (Image Source | iStock)

કારના પેઇન્ટ પર વેક્સ અથવા સિરામિક સ્પ્રે કોટિંગ કરાવવાથી તેની સપાટી વધુ સ્મૂથ બને છે. જેના કારણે ધૂળ અને ગંદકી પેઇન્ટ પર સરળતાથી ચોંટતી નથી. આ કોટિંગ કારના ક્લિયર કોટને તડકો, ઝાકળ અને પ્રદૂષણથી પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. કાર ધોયા પછી તેના પર હળવું કોટિંગ કરવાથી આગલી વખતે ધૂળ સાફ કરવી કે કાર ધોવી વધુ સરળ બની જાય છે. (Image Source | iStock)

જો તમારી કાર ઘણા કલાકો કે દિવસો સુધી ખુલ્લી જગ્યામાં પાર્ક રહેતી હોય તો સારી ગુણવત્તાવાળું કાર બોડી કવર ધૂળ, ઝાકળ અને પક્ષીઓની ચરકથી બચાવવાનો સરળ ઉપાય છે. જોકે, કવર લગાવતા પહેલાં કારની સપાટી પર વધારે ધૂળ કે કાંકરી ન હોવી જોઈએ. કારણ કે પવનને કારણે કવર કારના પેઇન્ટ સાથે ઘસાઈ શકે છે અને તેના પર બારીક સ્ક્રેચ પડી શકે છે. તેથી અંદરની બાજુએ નરમ લાઇનિંગ ધરાવતું કાર કવર પસંદ કરવું વધુ સારું છે. (Image Source | iStock)

હંમેશાં કારને છાયડામાં અથવા કવરવાળી પાર્કિંગમાં પાર્ક કરવાનો પ્રયાસ કરો. કારણ કે તીવ્ર તડકામાં ધૂળ અને ગંદકી કારના પેઇન્ટ પર વધુ ચોંટી શકે છે. કારની અંદર ધૂળનું પ્રમાણ ઘટાડવા માટે બારીઓ ઓછી ખોલો અને એસીના કેબિન ફિલ્ટર તેમજ એન્જિન એર ફિલ્ટરની નિયમિત તપાસ કરાવતા રહો. (Image Source | iStock)

કાર ધોતી વખતે વાસણ ધોવાના સાબુનો ઉપયોગ કરવાને બદલે ખાસ કાર શેમ્પૂ અને માઇક્રોફાઇબર કપડાનો ઉપયોગ કરો. આ રીતે જો તમે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી કાર લાંબા સમય સુધી સ્વચ્છ અને ચમકતી રાખી શકશો. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, સવારે ઊઠતાની સાથે જ આંખો લાલ રહે છે? માત્ર ઉજાગરો ન સમજશો, હોઈ શકે છે આ 4 બીમારીના સંકેત!
