AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે ઊઠતાની સાથે જ આંખો લાલ રહે છે? માત્ર ઉજાગરો ન સમજશો, હોઈ શકે છે આ 4 બીમારીના સંકેત!

સવારે ઊઠતાની સાથે જ આંખો લાલ દેખાવવી એ માત્ર થાકની નિશાની નથી, પરંતુ આંખોમાં શુષ્કતા, એલર્જી અથવા ચેપનો સંકેત પણ હોઈ શકે છે. જાણો આંખો લાલ થવાનાં કારણો અને કઈ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

| Updated on: Nov 27, 2026 | 10:40 AM
Share
સવારે ઊંઘમાંથી જાગ્યા પછી આંખો લાલ દેખાવાની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. ઘણી વખત પૂરતી ઊંઘ ન થવી, આંખોમાં શુષ્કતા અથવા ધૂળ-માટીના સંપર્કમાં આવવાને કારણે આવું થાય છે. પરંતુ જો દરરોજ સવારે આંખો ખૂબ જ લાલ રહેતી હોય, તો તેને અવગણવી જોઈએ નહીં. (Image Source | iStock)

1 / 11
સવારે આંખો લાલ થવાનું એક કારણ સબકોન્જેક્ટીવલ (Subconjunctival) હેમરેજ પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આંખના સફેદ ભાગ પર આવેલી નાની રક્તવાહિની તૂટી જવાથી લોહી એકઠું થાય છે. (Image Source | iStock)

2 / 11
તેના કારણે આંખના સફેદ ભાગમાં લોહી જેવો લાલ ડાઘ દેખાય છે. વધુ પડતી ઉધરસ, છીંક આવવી, આંખોને જોરથી ઘસવી અથવા ભારે વજન ઊંચકવું આ સમસ્યાનું કારણ બની શકે છે. (Image Source | iStock)

3 / 11
આંખોમાં શુષ્કતાની સમસ્યા એટલે કે ડ્રાય આઈને કારણે પણ સવારે આંખો લાલ થઈ શકે છે. રાત્રે આંખોમાં ભેજ ઓછો થવો અથવા પંખા અને એસીની હવા સીધી આંખો પર પડવાથી આવું થઈ શકે છે. (Image Source | iStock)

4 / 11
કન્જક્ટિવાઇટિસ (Conjunctivitis) એટલે કે આંખ આવવી એ પણ આંખો લાલ થવાનું એક સામાન્ય કારણ છે. આ સમસ્યા ચેપ અથવા એલર્જીના કારણે થઈ શકે છે. (Image Source | iStock)

5 / 11
ચેપ લાગ્યો હોય ત્યારે આંખોમાં લાલાશની સાથે પાણી આવવાની સમસ્યા થાય છે. સવારે ઊઠતી વખતે પાંપણો પર ચીકણો પદાર્થ અથવા કીચડ જેવો સ્ત્રાવ જામી જાય છે. જ્યારે એલર્જી થાય છે ત્યારે આંખોમાં ખંજવાળ આવવી અને પાણી નીકળવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. (Image Source | iStock)

6 / 11
આંખો લાલ થવાનું અન્ય એક કારણ બ્લેફેરિટિસ (Blepharitis) નામની સમસ્યા પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં પાંપણોની કિનારીઓ પર સોજો આવી જાય છે. તેના કારણે આંખોમાં બળતરા, લાલાશ અને પાંપણો પર પોપડી જામી જવા જેવી સમસ્યાઓ થાય છે. (Image Source | iStock)

7 / 11
જો સવારે ઊઠ્યા પછી ક્યારેક આંખો થોડી લાલ થાય છે અને થોડા સમય બાદ આપમેળે ઠીક થઈ જાય છે, તો તેની પાછળ થાક અથવા આંખોમાં શુષ્કતા કારણભૂત હોઈ શકે છે. પરંતુ જો વારંવાર આંખોમાં લાલાશ રહેતી હોય, તો આંખોની તપાસ કરાવવી જોઈએ. (Image Source | iStock)

8 / 11
આંખોમાં તીવ્ર દુખાવો, ધૂંધળું દેખાવું, પ્રકાશ સામે તકલીફ થવી અથવા આંખોમાંથી ઘટ્ટ પીળો કે લીલો સ્ત્રાવ નીકળવો જેવી સમસ્યા થાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ. (Image Source | iStock)

9 / 11
આંખોને વારંવાર ઘસવાનું ટાળવું જોઈએ અને ડોક્ટરની સલાહ વિના કોઈપણ આઈ ડ્રોપનો ઉપયોગ કરવો નહીં. ખાસ કરીને સ્ટેરોઇડ અથવા એન્ટિબાયોટિક આઈ ડ્રોપ્સ પોતાની રીતે નાખવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

10 / 11
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

11 / 11

આ પણ વાંચો, પુરુષોમાં ઝડપથી વાળ ખરી રહ્યા છે? તરત કરાવો આ ટેસ્ટ!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">