AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય, દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો, જુઓ Video

Breaking News : રાજકોટ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય, દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો, જુઓ Video

| Updated on: Nov 28, 2026 | 8:55 PM
Share

રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘે પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કરાયો છે, જે 1 ડિસેમ્બરથી લાગુ પડશે.

રાજકોટ જિલ્લાના હજારો પશુપાલકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘે પશુપાલકોના હિતમાં એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફૅટે ₹20નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયનો અમલ 1 ડિસેમ્બર, 2023થી થશે.

આ વધારા બાદ, પશુપાલકોને હવે પ્રતિ કિલો ફૅટે ₹890 ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટ જિલ્લાના 50,000થી વધુ પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. છેલ્લા કેટલાક સમયથી ઘાસચારાની અછત અને પશુપાલનના વધતા ખર્ચને કારણે પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આવા સમયે, દૂધના ખરીદ ભાવમાં થયેલો આ વધારો તેમના માટે એક મોટી રાહત સમાન બની રહેશે.

રાજકોટ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની અને પશુપાલન વ્યવસાયને નવું પ્રોત્સાહન મળવાની આશા છે. આ પગલું પશુપાલકોને વધુ સારી રીતે તેમનો વ્યવસાય ચલાવવામાં મદદ કરશે અને તેમને આવકનો સ્થિર સ્ત્રોત પૂરો પાડશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે.

EPFOનો મોટો નિર્ણય, હવે PFની રકમ આવી રીતે ઉપાડવા પર નહીં લાગે ટેક્સ, જાણો નવા નિયમો અને ફાયદા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">