Breaking : ATS દ્વારા પકડાયેલા આતંકી મામલે મોટો ખુલાસો, વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા પાકિસ્તાન મોકલ્યા હતા, આસામના ઘરેથી જેહાદી સાહિત્ય અને ઝંડો જપ્ત
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી સાહરુલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આતંકીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા પાકિસ્તાન મોકલ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેના આસામ સ્થિત ઘરેથી જૈશનો ઝંડો અને જેહાદી સાહિત્ય મળી આવ્યું છે. હાલ સેન્ટ્રલ એજન્સી અને એરફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓ ચાર રાજ્યોમાં તપાસ તેજ કરી રહી છે.
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના શંકાસ્પદ આતંકી સાહરુલની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે કે આતંકી સાહરુલે અત્યંત સંવેદનશીલ ગણાતા વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓને મોકલ્યા હતા. આ ઘટસ્ફોટ બાદ સેન્ટ્રલ એજન્સીઓ અને એરફોર્સની ટીમો પણ સતર્ક થઈ ગઈ છે અને તપાસમાં જોડાઈ છે.
આસામના ઘરેથી જૈશનો ઝંડો અને જેહાદી સાહિત્ય જપ્ત
ગુજરાત ATS ની એક ટીમ દ્વારા આતંકી સાહરુલના આસામ સ્થિત નિવાસસ્થાને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન તેના ઘરેથી અત્યંત સંવેદનશીલ સાહિત્ય મળી આવ્યું છે. ATS ના જણાવ્યા અનુસાર, આસામના ઘરેથી જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, શંકાસ્પદ પુસ્તકો તથા જેહાદી લખાણો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાહરુલના પોસ્ટ એકાઉન્ટની વિગતો પણ મંગાવવામાં આવી છે જેથી તેના નાણાકીય વ્યવહારો અને સંપર્કોની કડીઓ જોડી શકાય.
શપથ લીધા બાદ જૈશમાં જોડાયો હતો આતંકી
પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે સાહરુલ ઉત્તર પ્રદેશના દેવબંદ મદરેસામાં એક વર્ષ સુધી અભ્યાસ કરી ચૂક્યો છે. તેને ગાઝિયાબાદના એક હેન્ડલર પાસેથી જેહાદી સાહિત્ય મળ્યું હતું. આતંકીની પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં સક્રિય રીતે જોડાવાની ઈચ્છા હતી અને તેણે બકાયદા આતંકી શપથ લીધા બાદ જૈશમાં પ્રવેશ મેળવ્યો હતો.
ચાર રાજ્યોમાં તપાસનો ધમધમાટ, પાકિસ્તાની હેન્ડલરો રડાર પર
આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાત ATS હાલ આસામ, વડોદરા, દાહોદ અને ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન પાકિસ્તાનના બે હેન્ડલરોના નામ પણ સામે આવ્યા છે, જેમની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. દેશની સુરક્ષા સાથે જોડાયેલો અત્યંત ગંભીર મામલો હોવાથી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને ભારતીય વાયુસેના ના અધિકારીઓ પણ સંયુક્ત રીતે આ મામલે તપાસ ચલાવી રહ્યા છે.
Breaking News : ગુજરાત ATS એ વડોદરાથી ઝડપેલા આતંકી અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો, ટૂંક સમયમાં મોટો હુમલો કરવાની હતી તૈયારી! જુઓ Video
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
