PM Mudra Yojana : કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ મળશે ₹20 લાખ સુધીની લોન, જાણો કોણ કરી શકે અરજી
મુદ્રા યોજના હેઠળ મળતી લોન મફત સહાય કે સબસિડી નથી, પરંતુ બેંક દ્વારા આપવામાં આવતી વ્યવસાયિક લોન છે. તેના પર વ્યાજદર અને ચુકવણીની શરતો ધિરાણ આપતી સંસ્થા નક્કી કરે છે.

કેન્દ્ર સરકાર દ્વારા નાના વેપારીઓ અને સ્વરોજગાર શરૂ કરવા ઇચ્છતા લોકોને આર્થિક મદદ આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર અરજદારોને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેનો વિસ્તાર કરવા માટે ₹20 લાખ સુધીની લોન મળી શકે છે. (Image Source | AI Generated)

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત 8 એપ્રિલ, 2015ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને બેંકિંગ વ્યવસ્થા મારફતે લોન ઉપલબ્ધ કરાવવાનો છે. (Image Source | AI Generated)

આ યોજના હેઠળ ₹50 હજારથી લઈને ₹20 લાખ સુધીની લોન મળી શકે છે. લોનની રકમ વ્યવસાયની જરૂરિયાત અને યોજનાની કેટેગરી પ્રમાણે નક્કી થાય છે. (Image Source | AI Generated)

યોજનાને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જેમાં શિશુને ₹50 હજાર સુધી, કિશોરને ₹50 હજારથી વધુ અને ₹5 લાખ સુધી, તરુણને ₹5 લાખથી વધુ અને ₹10 લાખ સુધી અને તરુણ પ્લસને ₹10 લાખથી વધુ અને ₹20 લાખ સુધી. (Image Source | mudra.org.in)

તરુણ પ્લસ કેટેગરી હેઠળ ₹20 લાખ સુધીની લોન માત્ર એવા ઉદ્યોગસાહસિકોને મળી શકે છે, જેમણે અગાઉ તરુણ કેટેગરી હેઠળ લોન લીધી હોય અને તેની સંપૂર્ણ ચુકવણી સફળતાપૂર્વક કરી હોય. આ કેટેગરી 24 ઓક્ટોબર, 2024થી લાગુ કરવામાં આવી છે. (Image Source | AI Generated)

ભારતીય નાગરિકો કે જેઓ આવક મેળવવા માટે નવો વ્યવસાય શરૂ કરવા અથવા હાલના વ્યવસાયનો વિસ્તાર કરવા ઇચ્છે છે, તેઓ અરજી કરી શકે છે. અરજદાર પાસે વ્યવસાયની યોગ્ય યોજના હોવી જરૂરી છે. (Image Source | AI Generated)

મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરના નાના વ્યવસાયો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત ડેરી, મરઘાંપાલન અને મધમાખી ઉછેર જેવી ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે પણ લોન મળી શકે છે. (Image Source | AI Generated)

મહિલા ઉદ્યોગસાહસિકો પણ આ યોજનામાં લોન માટે અરજી કરી શકે છે. નાની દુકાન, સિલાઈ કામ, બ્યુટી પાર્લર, ફૂડ બિઝનેસ અને અન્ય નાના વ્યવસાય શરૂ કરવા અથવા આગળ વધારવા માટે આ યોજના ઉપયોગી બની શકે છે. (Image Source | AI Generated)

મુદ્રા યોજના હેઠળ લોન કોલેટરલ ફ્રી એટલે કે કોઈ વધારાની મિલકત ગીરવે મૂક્યા વગર આપવામાં આવે છે. જોકે, લોન મંજૂર કરવાનો નિર્ણય બેંક અથવા ધિરાણ આપતી સંસ્થા અરજદારની યોગ્યતા અને વ્યવસાયની વિગતોના આધારે લે છે. (Image Source | AI Generated)

મુદ્રા લોન મેળવવા માટે અરજદાર સરકારી કે ખાનગી બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક, NBFC અથવા માઇક્રોફાઇનાન્સ સંસ્થાનો સંપર્ક કરી શકે છે. ઓનલાઇન અરજી માટે જનસમર્થ પોર્ટલનો પણ ઉપયોગ કરી શકાય છે. જેની લિંક https://www.jansamarth.in છે. (Image Source | AI Generated)

અરજી કરતી વખતે આધાર કાર્ડ, PAN કાર્ડ, સરનામાનો પુરાવો, બેંક ખાતાની વિગતો, વ્યવસાય સંબંધિત માહિતી અને જરૂરી હોય તો બિઝનેસ પ્લાન રજૂ કરવો પડી શકે છે. દસ્તાવેજોની ચોક્કસ યાદી બેંક અને લોનની કેટેગરી પ્રમાણે અલગ હોઈ શકે છે. (Image Source | AI Generated)

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PM Mudra Yojana) હેઠળ લીધેલી લોનની ચુકવણી તમે જે બેંકમાંથી લોન લીધી હોય ત્યાંથી કરી શકો છો. લોનના હપ્તા (EMI) દર મહિને નક્કી કરેલી તારીખે બેંક ખાતામાંથી ઓટો-ડેબિટ (NACH/ECS), મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા બેંકની શાખામાં જઈને ભરી શકાય છે. (Image Source | AI Generated)

જો તમે આખી લોન એકસાથે ભરવા અથવા સમય પહેલાં લોન પૂરી કરવા માંગતા હો, તો તમારી બેંક પાસેથી Foreclosure Statement મેળવો. તેમાં બાકી મુદ્દલ, વ્યાજ અને લાગુ પડતા અન્ય ચાર્જની વિગતો આપવામાં આવશે. (Image Source | AI Generated)

સંપૂર્ણ ચુકવણી કર્યા બાદ બેંક પાસેથી No Dues Certificate (NDC) અથવા Loan Closure Certificate જરૂરથી મેળવી લો. નોંધનીય છે કે લોનની ચુકવણીના નિયમો અને સમયગાળો બેંકની શરતો મુજબ અલગ-અલગ હોઈ શકે છે. (Image Source | AI Generated)

નોંધ : PM Mudra Yojana યોજનાનું લાભ મેળવવા માટે અરજી કરતા પહેલાં નાગરિકોએ તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચવી અને સમજવી જરૂરી છે. આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)
આ પણ વાંચો, PM Vishwakarma Yojana : આ 18 કારીગરોને મળશે ₹3 લાખની લોન અને ₹15 હજારની ટૂલકિટ! જાણો કેવી રીતે મળશે લાભ?
