AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બનાસકાંઠામાં ભાગવાનો પ્રયાસ કરતા NDPSના આરોપી પર PIએ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

બનાસકાંઠાના ધાનેરામાં NDPS આરોપી અશોક બિશ્નોઈએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસકર્મીઓ પર હુમલો કરી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતાં PIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું.

Breaking News : બનાસકાંઠામાં ભાગવાનો પ્રયાસ કરતા NDPSના આરોપી પર PIએ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
| Updated on: Nov 28, 2026 | 9:56 PM
Share

બનાસકાંઠાના ધાનેરામાં પોલીસ અને NDPSના આરોપી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. NDPSના ગુનામાં ઝડપાયેલા રાજસ્થાનના અશોક બિશ્નોઈને ધાનેરા પોલીસ રિમાન્ડ પર લઈને પૂછપરછ માટે ભરૂચ ગઈ હતી. જોકે, ભરૂચથી પરત ફરતી વખતે રસ્તામાં આરોપીએ પોલીસકર્મીઓ પર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, પોલીસની ગાડીમાં પરત ફરતી વખતે અશોક બિશ્નોઈએ અચાનક પોલીસની રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે ગાડીના ડ્રાઇવર પર પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પરિસ્થિતિ તંગ બની હતી.

આરોપીના હુમલાથી પોલીસકર્મીઓના જીવને જોખમ ઊભું થતાં ધાનેરા પોલીસના PIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. PIએ એક રાઉન્ડ ફાયરિંગ કરતાં ગોળી આરોપીના પગમાં વાગી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને કાબૂમાં લીધો હતો.

ઘટના બાદ ઇજાગ્રસ્ત આરોપી અશોક બિશ્નોઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

જોકે, કઈ કલમ લાગશે તે પોલીસ તપાસ, સાક્ષીઓ, CCTV અથવા અન્ય પુરાવા અને મેડિકલ રિપોર્ટ પર આધારિત રહેશે.

1. સંભવિત લાગતી BNSની કલમો

કલમ ગુનાની વિગતો સજાની જોગવાઈ
BNS 121(1) ફરજ બજાવતા પોલીસકર્મીને ઇજા પહોંચાડવી 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
BNS 121(2) પોલીસકર્મીને ગંભીર ઇજા પહોંચાડવી 1થી 10 વર્ષ સુધીની કેદ અને દંડ
BNS 132 પોલીસકર્મી પર હુમલો અથવા બળપ્રયોગ કરી ફરજમાં અવરોધ ઊભો કરવો 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
BNS 221 સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવો 3 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
BNS 262 કાયદેસરની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ અથવા પોતાની ધરપકડનો વિરોધ કરવો 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

આ કલમોમાંથી કઈ કલમ લાગુ પડશે તે હુમલાની પ્રકૃતિ અને પુરાવા પર આધારિત રહેશે. ખાસ કરીને BNS 262 આ ઘટનામાં મહત્ત્વની છે, કારણ કે તેમાં કાયદેસરની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ પણ આવરી લેવાયો છે.

રાજકોટ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય, દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો, જુઓ Video

Follow Us
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">