Winter Bathing Tips: શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડા કે ગરમ કયા પાણીથી નાહવું જોઈએ?
શિયાળામાં ગરમ કે ઠંડા પાણીથી નાહવું જોઈએ. બંને પાણીથી નાહવાથી શરીર અને ત્વચા પર તેની અસરો તેમજ જરૂરી સાવચેતીઓ વિશે જાણો.

શિયાળાની ઠંડી સવારે, જ્યારે તમને કમ્ફર્ટરમાંથી બહાર નીકળવાનું મન ન થાય, ત્યારે ગરમ પાણીથી નાહવાનો વિચાર થોડી રાહત આપે છે. બાથરૂમમાં ગરમ પાણીથી નાહતા ઠંડી દુર થાય તેવો અહેસાસ થાય છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે પાણી આટલી બધી રાહત આપે છે તે જ પાણી તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે? બીજી બાજુ, કેટલાક લોકો ઠંડા પાણીથી નાહતા હોય છે.જેને તમારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક માને છે

આવી સ્થિતિમાં, પ્રશ્ન ફક્ત એ નથી કે ગરમ પાણીથી નાહવું સારું છે કે ઠંડા પાણીથી, પણ શિયાળામાં શરીરની જરૂરિયાત મુજબ પાણીનું યોગ્ય તાપમાન શું હોવું જોઈએ તે પણ છે.

શિયાળામાં હૂંફાળા ગરમ પાણીથી નહાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરને આરામ આપે છે. ચાલો તેના ફાયદાઓ જોઈએ.હૂંફાળું પાણી કડક સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે.

હૂંફાળા પાણીના સંપર્કમાં આવવાથી શરીરને આરામ મળે છે, જેનાથી કેટલાક લોકો માટે માનસિક તણાવ ઓછો થાય છે. સૂવાના સમય પહેલા લગભગ 1-2 કલાક પહેલા હૂંફાળું સ્નાન કરવાથી ઊંઘમાં મદદ મળી શકે છે. જોકે, આ ફાયદાઓનો અર્થ એ નથી કે તમારે ખૂબ ગરમ પાણીથી નાહવું જોઈએ. પાણીનું વધુ પડતું તાપમાન હાનિકારક હોઈ શકે છે.

જે લોકો ઠંડા પાણીમાં નાહય છે તેઓ માને છે કે તેનાથી શરીર એક્ટિવ રહે છે અને આળસ દૂર થાય છે. ચાલો જાણીએ ફાયદા ઠંડા પાણીથી નાહયા પછી શરીર અચાનક એક્ટિવ થઈ જાય છે.

જ્યારે ઠંડા પાણીના સંપર્કમાં આવે ત્યારે રક્તવાહિનીઓ સંકુચિત થઈ શકે છે. શરીરનું તાપમાન જાળવવાની આ એક કુદરતી રીત છે. ઠંડા પાણીથી નાહવું એ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક માર્ગ કહેવાય છે, પરંતુ તેને મજબૂત વૈજ્ઞાનિક તથ્ય તરીકે સ્વીકારવા માટે હજુ સુધી પૂરતા પુરાવા નથી.

અહીં એક વાત સમજવી જરૂરી છે કે અત્યંત ઠંડા પાણીના અચાનક સંપર્કમાં આવવાથી ઝડપી શ્વાસ, હૃદયના ધબકારા વધવા અને બ્લડ પ્રેશરમાં ફેરફાર જેવી પ્રતિક્રિયાઓ થઈ શકે છે.

જો તમે વિચારી રહ્યા છો કે તમારા શિયાળામાં ક્યા પાણીથી નાહવું જોઈએ. તો જવાબ હુંફાળું ગરમ પાણી છે.ગરમ પાણીને બદલે હૂંફાળા પાણીથી નાહવાની ભલામણ કરવામાં આવે છે. વધુમાં, સ્નાનનો સમય 5 થી 10 મિનિટ સુધી મર્યાદિત રાખવો શ્રેષ્ઠ છે.

પાણી વધારે ગરમ હોવું જોઈએ નહી.હૃદયની સમસ્યાઓ અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા લોકોએ ખાસ કરીને ખૂબ ઠંડા પાણીના અચાનક સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.

શિયાળામાં સ્નાન કરતી વખતે દરેક વ્યક્તિ માટે કોઈ ચોક્કસ સાચું કે ખોટું નથી, પછી ભલે તે ગરમ હોય કે ઠંડુ. દરરોજ નાહવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો માટે હૂંફાળું પાણી વધુ સારું પસંદગી છે.(ALL Photo: Canva/AI)
Health Tips : શું વારંવાર બગાસાં આવવું એ કોઈ ગંભીર રોગની નિશાની છે? જાણો શું કહે છે ડોક્ટર અહી ક્લિક કરો
