AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટમાં વારંવાર ગેસ બને છે? આ 5 યોગાસનોથી મળી શકે છે રાહત

ખોટી ખાણીપીણી અને સતત બેઠાડુ લાઇફસ્ટાઇલને કારણે પેટમાં ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યા વધી રહી છે. જો તમે પણ વારંવાર આ સમસ્યાથી પરેશાન છો, તો જાણો તેના કારણો અને રાહત મેળવવાની કેટલીક સરળ રીતો.

| Updated on: Nov 27, 2026 | 11:52 AM
Share
આજકાલ ખોટી ખાણીપીણી અને શારીરિક કસરતનો અભાવ હોવાને કારણે પેટમાં ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણા લોકોને જમ્યા પછી પેટ ભારે લાગવું, વારંવાર ઓડકાર આવવા અથવા પેટમાં દુખાવો અને બેચેની થવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. (Image Source | iStock)

1 / 8
આવી સ્થિતિમાં કેટલાક યોગાસન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અને ગેસની સમસ્યામાં રાહત મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. જાણો કયા યોગાસન કરવાથી મળી શકે છે ફાયદો. (Image Source | iStock)

2 / 8
પવનમુક્તાસન: પેટમાં જમા થયેલા ગેસને બહાર કાઢવા માટે પવનમુક્તાસન ફાયદાકારક માનવામાં આવે છે. આ આસનમાં, ઘૂંટણને પેટ તરફ લાવવામાં આવે છે. જે પેટના ભાગ પર હળવો દબાણ લાવે છે અને ગેસ બહાર કાઢે છે. આ આસનને યોગ્ય રીતે કરીને તમે ગેસની સમસ્યાથી રાહત મેળવી શકો છો. (Image Source | iStock)

3 / 8
બાલાસન: બાલાસન એક યોગ આસન છે જે શરીરને આરામ આપે છે. આ આસન પેટ અને પીઠમાં હળવો દબાણ અને ખેંચાણ બનાવે છે. તે તણાવ ઘટાડવામાં અને શરીરને આરામ આપવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

4 / 8
ભુજંગાસન: ભુજંગાસનમાં પેટના બળે સૂઈને શરીરના ઉપરના ભાગને ઊંચો કરવામાં આવે છે. તેનાથી પેટ અને કમરના આસપાસના ભાગમાં ખેંચાણ આવે છે અને શરીરને સક્રિય રાખવામાં મદદ મળે છે. આ આસન કરવા માટે સૌથી પહેલાં પેટના બળે જમીન પર સૂઈ જાઓ. ત્યારબાદ બંને હથેળીઓ ખભાની નજીક જમીન પર રાખો. શ્વાસ લેતી વખતે ધીમે-ધીમે માથું અને છાતી ઉપરની તરફ ઊંચી કરો. થોડીવાર આ સ્થિતિમાં રહ્યા બાદ ફરીથી પહેલાંની સ્થિતિમાં આવી જાઓ. (Image Source | iStock)

5 / 8
વક્રાસન: વક્રાસન બેસીને કરવામાં આવતું યોગાસન છે. આ આસન કરવાથી કરોડરજ્જુ અને કમરના આસપાસના ભાગમાં ખેંચાણ આવે છે. જો આ આસનને નિયમિત રીતે દિનચર્યામાં સામેલ કરવામાં આવે તો ફાયદો થઈ શકે છે.  આસન કરવા માટે સૌથી પહેલાં બંને પગ સામેની તરફ ફેલાવીને બેસો. ત્યારબાદ જમણા પગને વાળીને તેનો પંજો ડાબા ઘૂંટણની નજીક રાખો. હવે ડાબો હાથ જમણા ઘૂંટણ પર રાખીને શરીરને ધીમે-ધીમે જમણી તરફ ફેરવો. થોડી સેકન્ડ આ સ્થિતિમાં રહ્યા બાદ બીજી તરફથી પણ આ જ પ્રક્રિયા કરો. (Image Source | iStock)

6 / 8
વજ્રાસન: વજ્રાસન એ એક સરળ યોગ આસન છે જે ભોજન પછી આરામથી બેસીને કરવામાં આવે છે. તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. ગેસનું નિર્માણ ઓછું કરવા માટે તમે ખાધા પછી પણ આ આસન કરી શકો છો. (Image Source | iStock)

7 / 8
નોંધ : આ માહિતી વિવિધ સ્ત્રોતોના આધારે રજૂ કરવામાં આવી છે. TV9 ગુજરાતી આ માહિતીની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. પેટમાં વારંવાર ગેસ, અપચો કે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય તો નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લેવી. કોઈપણ યોગાસન શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, સવારે ઊઠતાની સાથે જ આંખો લાલ રહે છે? માત્ર ઉજાગરો ન સમજશો, હોઈ શકે છે આ 4 બીમારીના સંકેત!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">